( 👇ભજન નીચે લખેલું છે👇 )જેની આખા જગતમાં છે નામનાં,ચાલો જઈએ અંબે માના ધામમાં/ ઉષ્માબેન / ભજન:- ૧૫

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • જેની આખા જગતમાં છે નામનાં, ચાલો જઈએ અંબે માના ધામમાં.
    ( ક્રિષ્ણા ભજન મંડળ ) ( ઉષમાબેન )
    જેની આખા જગતમાં છે નામનાં,
    ચાલો જઈએ અંબે માના ધામમાં.
    એ તો સહુની પુરે મનોકામના
    ચાલો જઈએ અંબે માના ધામમાં.
    માનું સુંદર સ્વરૂપ
    જોતા ભાગે છે દુઃખ
    હેતે લઇએ માડી ઓવારણાં...ચાલો જઈએ અંબે માના ધામમાં.
    રોજ આનંદ વરતાય
    માના મંગળ ગવાય
    શોભે સાવજના આસન સોહામણા..ચાલો જઈએ અંબે માના ધામમાં.
    શ્રીફળ ચુંદડી ધરાય
    માડી રાજી રાજી થાય
    માડી સોભે છે સોળ શણગારમાં...ચાલો જઈએ અંબે માના ધામમાં.
    આવો લાખો નારનાર
    માનો ગજવે જયકાર
    મંડળ મહાલે માડી ના ગુણગાનમાં...ચાલો જઈએ અંબે માના ધામમાં

ความคิดเห็น • 2