કુળદેવીનો ગરબો:-કુળદેવી માતા ચડતી રાખો અમારા કુળની👏👏(નીચે લખેલ છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ગરબો:-
    હાં રે એવા સાત સાત દેવીને અમે પૂજતા
    હે.... તોય ના આવે કુળદેવીને તોલ રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા પહેલે નોરતે માડી પ્રગટયા
    હે...... બીજે નોરતે બેઠા છે બાજોઠ રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા સાત સાત.........
    હાં રે એવા ત્રીજે નોરતે રે ત્રિશૂળ🔱 તાણીયા
    હે......ચોથે નોરતે થયા છે અસવાર રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા સાત સાત..........
    હાં રે એવા પાંચમે નોરતે રે પરચા પુરીયા
    હે......... છઠ્ઠે નોરતે માર્યો મહિષાસુર રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા સાત સાત........
    હાં રે એવા સાતમે નોરતે રે સૈયર સાથમાં
    હે........ આઠમે નોરતે હોમ હવન થાય રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા સાત સાત.........
    હાં રે એવા નવમે નોરતે રે નવદુર્ગા
    હે..... દશેરાએ થયો જય જયકાર રે કુળદેવી માતા
    ચડતી રાખો અમારા કુળની (2)
    હાં રે એવા સાત સાત......
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹માતાગ#kirtan #ભજન #bhajan #gujarati #garba #jay #satsang #ગુજરાતીકિર્તન #jaygurudev_satsang
    #kirtan
    #ગરબા

ความคิดเห็น •