ગરબો:-માં ને ગરબે ઘૂમવાનો ઘણો શોખ અંબા ઘૂમે છે👏👏 (નીચે લખેલ છે) 🌹🥀🌹

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ગરબો:-
    માં ને ગરબે ઘૂમવાનો ઘણો શોખ અંબા ઘૂમે છે
    ઘૂમે ગરબે ને કંકુના પગલાં પડે
    હાથ ત્રિશૂળ🔱 લઈને માં સિંહે ચડે
    માતા ઘૂમે છે ચાકરને ચોક અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો.........
    શિર સોનાનો ગરબો તો સુંદર સોહાય
    તાલી પાડીને ગરબા તો સુંદર માં ગાય
    પાયે ઝાંઝરનો ઝણકાર અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો............
    માડી ગરબો ગાયે દેવ લોકો ડોલે
    ધન્ય અંબાને એવું એ મુખથી બોલે
    માં એ સોળે સજ્યા છે શણગાર અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો...........
    માં ની ચુંદડીનો રંગ રૂડો લાલ ગુલાલ
    ઘૂમે ગરબે માં દીસે છે ઝાકઝમાળ
    ઝીણા ચમકે છે ચુંદડીના તાર અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો..........
    માં ની સાથે ઘૂમે બેન બહુચરબાળી
    સાથે ઘૂમે મહાકાળી પાવાગઢવાળી
    ઘૂમે ચોસઠ જોગણીઓ સાથ અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો..........
    આજ દુનિયામાં માતાનો ડંકો વાગે
    એવા ભકતોનો ડંકો માં વાગે માગે
    ભકતો માંગ્યા વિના આપે માં અંબા ઘૂમે છે
    માં ને ગરબે ઘૂમવાનો...........
    🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 #gujarati #garba #jay #satsang #ગુજરાતીકિર્તન #jaygurudev_satsang #ભક્તિસાગર #ભક્તિસંગીત #kirtan #ભજન

ความคิดเห็น • 4