વારંવાર સાંભળવાનું મન થાય એવું સરસ મજાનું ભજન 🌹🙏🌹(નીચે લખેલ છે) 🌹

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ભજન:-
    રણછોડરાય શું તારો વટ છે
    શું તારો વટ છે ને શું તારો ઠાઠ છે
    રણછોડરાય......
    જડે ના જોટો તારો બાદશાહી ઠાઠ છે
    ગોકુળમાં વટ છે ને દ્વારિકામાં વટ છે
    ડાકોરમાં તારો ઓર રૂડો વટ છે
    રણછોડરાય......
    ઉંચા મંદિર ને ઉંચા તારા મહેલ છે
    શિખર તારા સોનેથી મઢેલ છે
    રણછોડરાય........
    કેસર કસ્તુરીનું સ્નાન તું કરે છે
    માંહી ગુલાબજળ ને અત્તર મહેકે છે
    રણછોડરાય........
    માણેક મોતીનો તું મુગટ પહેરે છે
    સાચા હીરાનો હાર તું પહેરે છે
    રણછોડરાય........
    નિત નવા રેશમના વાઘા પહેરે છે
    સોનાનો કંદોરો ને ઝાંઝર પહેરે છે
    રણછોડરાય.......
    સુખિયાનો સાથી ને દુ:ખિયાનો બેલી છે
    દૂનિયામાં રણછોડનો પહેલો નંબર છે
    રણછોડરાય........
    ભકતો તારા ગણલા રે ગાય છે
    તારા દર્શનથી દુ:ખ દૂર થાય છે
    રણછોડરાય........
    ભકતો તારી ધજાઓ લાવે છે
    પગપાળા સંઘ લઈ ડાકોરમાં આવે છે
    રણછોડરાય........
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    #kirtan
    #ભજન
    #bhajan
    #gujarati
    #garba
    #jay
    #satsang
    #ગુજરાતીકિર્તન
    #jaygurudev_satsang

ความคิดเห็น •