ગરબો:-👏👏આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા🌹🌹-(નીચે લખેલ છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ગરબો :-
    આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા (2)
    અમે મનની મલિનતા રે માતાજી સૌ છોડી આવ્યા
    અમે માયાના બંધનમાં રે
    માતાજી અમે બંધાઈ ગયા
    આજે તારી(2) દયાથી રે બંધન સૌ તોડી આવ્યા
    આજે તારે ખોળે રમવા રે............
    તારા કોટિ ઉપકારો રે
    માતાજી અમે ભૂલી ગયા
    આજે ભૂલ (2) સમજાતા રે માતાજી હાથ જાડી આવ્યા
    આજે તારે ખોળે રમવા રે........
    અમે મોહની મટકી રે
    જીવન આખું માથે ધરી
    તારા કૃપા (2) કટાક્ષથી રે મટુકી આજ ફોડી આવ્યા
    આજે તારે ખોળે રમવા રે............
    મારું ચંચળ ચિત્તડું રે
    ભટકતું ભાગી ભાગી
    તેને તારી (2) દયાથી રે તારે ખીલે ખોડી આવ્યા
    આજે તારે ખોળે રમવા રે...........
    હવે એટલું જ માંગીએ રે
    માતાજી સદ્બુદ્ધિ દેજો
    એક એક જ (2) આશાયે રે બીજાના સાથ છોડી આવ્યા
    આજ તારે ખોળે રમવા રે........
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #kirtan
    #ભજન
    #bhajan
    #jay #satsang
    #ગુજરાતીકિર્તન
    #gujarati
    #garba
    #ganpatibhajan
    #સ્વામીનારાયણ
    #ભક્તિસંગીત
    #ભક્તિસાગર
    #ભક્તિસંગીત

ความคิดเห็น • 3