રથ હાલે ચાલે ને રથ ઉભા રહે || નીચે લખેલું છે કિર્તન || શ્રધાંજલિ કિર્તન || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો
    ______________ કિર્તન ________________
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે....
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ આડા દીકરાવો ટોળે વળે
    હે માતા રહી જાવ ને આજ ની રાત છેલી વેળા ના મારા રામ રામ રે
    દીકરાવો તમારે ને મારે સંબંધ પુરા થયા
    હે તમે જમાડજો સઘળી નાત છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ આડા વવારૂ ટોળે વળે
    હે માતા રહી જાવ ને આજ ની રાત છેલી વેળા ના મારા રામ રામ રે
    વવારૂ તમારે ને મારે સંબંધ પુરા થયા
    હે તમે દેજો દીકરીયુ ને દાન છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ આડા દીકરીયુ ઉભા રહે
    હે માતા રહી જાવ ને આજ ની રાત છેલી વેળા ના મારા રામ રામ રે
    દીકરીયુ તમારે ને મારે સંબંધ પુરા થયા
    હે તમે દેજો દોહીત્રા ના દાન છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ આડા કુટુંબી ટોળે વળે
    હે માતા રહી જાવ ને આજ ની રાત છેલી વેળા ના મારા રામ રામ રે
    કુટુંબી તમારે ને મારે સંબંધ પુરા થયા
    હે તમે સંપી ને રેજો પરીવાર છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ આડા વીરા તમારા ઉભા રહે
    હે બેની રહી જાવ ને આજ ની રાત છેલી વેળા ના મારા રામ રામ રે
    વીરા તમારે ને મારે સંબંધ પુરા થયા
    હે તમે લેજો ભાણેજરૂ ને ભાળ છેલી વેળા ના મારા રામ રામ રે
    રથ હાલે ચાલે ને રથ ઉભા રહે
    રથ માં બેઠા સીતાને શ્રીરામ છેલી વેળા ના મારા રામ રામ રે

ความคิดเห็น • 17