સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી || નીચે લખેલું છે કિર્તન ||ગમે તો લાઈક કરજો|| કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
    ______________ કિર્તન ___________________
    સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી....
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    ગોરી ગાવલડી રે પ્રભુજી મારે અડછઠ તીરથ
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે.......
    બે બે દિકરા રે પ્રભુજી મારે રામ લક્ષ્મણ જેવા
    મેલ્યા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે......
    બે બે વવારૂ રે પ્રભુજી મારે સીતા ઉર્મિલા જેવી
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે......
    ત્રણ ત્રણ દિકરીયુ રે પ્રભુજી મારે ઓખા સુભદ્રા જેવી
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારે શી ગતિ થાશે
    સોનલા શેરી રે......
    દીકરા ના દીકરા રે પ્રભુજી મારે લવ કુશ જેવા
    મેલ્યા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે......
    પાંચ પાડોશી રે પ્રભુજી મારે ગંગા ને જમના
    મેલ્યા નથી પણ મેલવા પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે
    સોનલા શેરી રે પ્રભુજી મારે ગોકુળ સરખી
    મેલી નથી પણ મેલવી પડશે મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે

ความคิดเห็น • 18

  • @hardikrajguru5468
    @hardikrajguru5468 8 หลายเดือนก่อน +4

    ખુબ સરસ કિર્તન છે બેન પણ આઆઆ મરવા ટાણે શી ગતિ થશે એવી બીક હોય કોને ખબર છે કે જેમણે સમજણ આવ્યા પછી અત્યાર સુધી ક્યારેય દેવ દેવીઓ ના દર્શન કર્યા નથી કોઈ કામ સારાં કરિયા નથી કોઇ ને કામ આવ્યા બસ કોઈ નાં ધોયેલા કપડા ઉપર કિચડ ઉડાડ્યું છે કોઈ ને શાંતિ લેવાં દિધી નથી કોઈ ના મારગ માં કાંટા વેર્યા છે કોઈ નું સારૂં થતું હોય એ જોય નાં શક્યાં હોત વગેરે વગેરે આવાં જીવ માત્ર ને આપણા સંતો કહિ ગયા છે કે મરણ વેળા એ આઆ જીવને ખુબ ડર લાગે છે બાકી હરી વીના હવે નાં રહેવાય રે ઓધવ રાય રે અમને આવા જીવ તો ઇશ્વર ને પ્રાર્થના કરે કે હરી મને કોઈ પણ મોહ માયા નથી કાલે મોકલતો હોય તો આજે મોકલીદે તારો રથ અમે તૈયાર છીએ અમારે તો ઐયા સત્સંગ કરવો એમ ત્યાં સત્સંગ કરશુ આને મરવા ટાણે બીક હોય ક્યારે નાં હોય જય સીયારામ

    • @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
      @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા  7 หลายเดือนก่อน +1

      હાં દાદા ખુબ જ સરસ વાત કરી છે દાદા તમારી સો ટકા સાચી વાત છે 💯 ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય સીયારામ 🙏🙏🙏

  • @gitaahir3089
    @gitaahir3089 ปีที่แล้ว +2

    રણુજામા આનંદ ભયોનુ કિતૅન મોકલવા વિનંતી

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન ગાય અમને આનંદ થાય છે

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 ปีที่แล้ว +2

    Mst bhajan didi gav chho hu tamara bhajan sambhalu j chhu ne satsang ma gav pan chhu lakhine apo te badal khub khub dhanyavad khub aagal vadho aevi prathna jsk

    • @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
      @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા  ปีที่แล้ว

      ખુબ ખુબ ધન્યવાદ બેન અમારી કષ્ટભંજન કિર્તન અને ગણેશા કિર્તન મા તમારી હાજરી ને ખુબ ખુબ અભિનંદન અને આવી જ રીતે શબ્દો રૂપી આશિર્વાદ આપતા રહો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ

    • @smiralpatel8136
      @smiralpatel8136 ปีที่แล้ว

      . બ

  • @jashodathakur3772
    @jashodathakur3772 ปีที่แล้ว +1

    Wah bhu saras bhajan che ane tamaro avaj pan bhu saras che 🙏🙏🙏

  • @rekhabensadhu1812
    @rekhabensadhu1812 ปีที่แล้ว +1

    Srs bhajn se tmara bdhaj ne tmaro avaj pn srs se