આ ભજન સાંભળીને બધા રડી પડ્યા || વસમી તમારી વિદાય પપ્પા મારા || નીચે લખેલું છે કિર્તન કષ્ટભંજન કિર્તન
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- આ ભજન માં નયનાબેન એ ખુદ એમનાં અનુભવ નું વર્ણન કર્યું છે
સ્વ રચિત નયનાબેન લાડવા યુ ટ્યુબ માં પહેલી વખત એકદમ નવું ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.....🙏🙏🙏
_______________ભજન____________________
વસમી વેળા ની વસમી એ ઘડીયુ વસમી તમારી વિદાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
વીતી ગયા દિવસો ને વીતી ગયા મહિનાઓ વીતી ગયા વર્ષો ઘણાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
હમણાં આવશો એવા ભણકારા થાય છે પળ પળ આવે તમારી યાદ
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
તમારા વિના પપ્પા ઘરે સૂના લાગે સુના કુટુંબ પરિવાર
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
તમારા વિના પપ્પા સુનુ આ જીવન છે સુનો લાગે આ સંસાર
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
યાદ કરીને પપ્પા દાદાજી રડતા રડી પડે આપણા ગઢડા માત
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
માવડી મારી આંસુડા ની ધાર છે કઈ દિશાએ જોવે તમારી વાટ
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
નાના મારા ભાઈઓને મોટા જગતમાં કરવા પડે છે વહેવાર
પપ્પા મારા કોણ એને સીંધશે મારગ સાચો રામ
તમારી દીકરીઓ પપ્પા રૂવે આસુધાર કોણ કહેશે ખંમાયુ આજ
પપ્પા મારા કોણ ફેરવશે અમને માથે રે હાથ
દીકરાની દીકરીઓ દાદા દાદા કરે કોના લડાવશે રૂડા લાડ
પપ્પા મારા કઈ દિશા જોઉ તમારી વાટડી રે રામ
ડગલે ને પગલે પપ્પા યાદ તમારી આવે જીવનમાં પડી મોટી ખોટ
પપ્પા મારા કઈ દિશાએ જો તમારી વાટડી રે રામ
વસમી વેળાની વસમી એ ઘડીયો વસમી લાગે તમારી વિદાય
પપ્પા મારા કોના ભરોસે અમને છોડીયા રે રામ
ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ અવાજ માં ગાયુ છે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશ ને પ્રાર્થના બધાના માવતર ના આશીર્વાદ તમારા ઉપર વરસતા રહે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ આવી રીતે પપ્પાને વિદાય નું ગીત ગાવામાં હિંમત હોવી જોઈએ સખી ખૂબ હિંમત આપી છે મારો દ્વારકા નાથ ખૂબ શક્તિને ભક્તિ આપે તમારા પપ્પાના આશીર્વાદ તમારી માથે કાયમ માટે રહે🙏👍
ખૂબ ખૂબ ધન્યવાદ મારા બેસ્ટ ફ્રેન્ડ કહું કે બહેન કહું તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું સૌથી વધારે તો જેનો મને સાથ સહકાર મળ્યો હોય તો તમે છો બહેન તમે મને સારી રીતે બધું શીખવાડો અને સારી સલાહ આપો છો મને ખુબ જ આનંદ થાય છે કે ભગવાન મને સારી મિત્ર (સખી) આપી છે ગયા જન્મના કાંઇક સંબંધ હશે બહેન મને તો એવું લાગે છે કાજલ દીદી અને જે મેં આ વીદાય ગીત ગાયું છે ને મારા પપ્પા નું તે મે મારા અનુભવ નાં શબ્દો છે બહેન જેવી મારા ઘરની પરિસ્થિતિ છે તે પ્રમાણે ગાયું છે બહેન મારા પપ્પા બવ સારા માણસ હતા આજે પણ તે અમને દીલથી વીસરાતા જ નથી બહેન મને હજી કોઈ ટેન્શન હોય તો સૌથી પહેલાં પપ્પા ની જ યાદ આવે છે અને પપ્પા ને યાદ કરી કરીને રડી લઉં છું.....હું કોઈ ને દેખતા ક્યારેય નથી રડતી પણ છાના ખૂણે જઈ ને રડી લઉં દુનિયા સામે તો હિંમત વાન થઈ ને જ રહું છું પણ બાપ વિનાનું જીવન બવ અઘરું છે બહેન પલ પલ જો કોઈ યાદ આવતું હોય તે છે મારા પપ્પા.....મીસ યુ માય ફાધર.....
Bahuj saras viday Bhajan
ખૂબ ખૂબ ધન્યવાદ લલીતા બેન
Khub sars geet gayu nayna ben sambhdine mne pan mara papa ni yaad aavi gy
ખૂબ ખૂબ ધન્યવાદ રેખા બેન જય દ્વારકાધીશ બેન પપ્પા તો બહેન આપણ ને આખી જિંદગી નહીં ભુલાય કેમ કે માં બાપ જેવું બીજું કોઈ પાત્ર જ નથી બન્યું....
જબરદસ્ત ગીત છે એથીયે જબરદસ્ત ગાયું છે
ખૂબ ખૂબ ધન્યવાદ લાલુ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Saras❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ ખુશ ભાઈ
વાહ. મારી. બહેન ખૂબ. સરસ. ગાયું
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
ખૂબ ખૂબ સરસ મારી બેન પરાગ ભા વાળુ મંડળ તમને ખૂબ શુભકામ આવી રીતે ગાયને બધા માણસોના દિલ જીતા રહો ખુબ આગળ વધો અમારા મંડળના આશીર્વાદ છે
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
Jai shree krishna
ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય છે
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
Khub saras ben tamara pappa ne prabhu santi aape jay mataji siv sakti mandal na jay sri krishna🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
વાહ નયના બેન સરસ ભજન ગાયુ👌👌
ખૂબ ખૂબ ધન્યવાદ વસંત માસી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Saras
ખુબ સરસ ભજન છે
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
ખુબ સરસ રાધે રાધે બધી બહેનોને 🙏
ખૂબ ખૂબ ધન્યવાદ પુજા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
ખુબ સરસ ભજન ગાયું નયના બેન આખુ ભજન સાંભળીયુ ભજને રડાવી દીધાં નયના બેન 👌🏻 પણ ભજન બોવ મસ્ત છે 🙏🏻 બધા મંડળના બહેનો ને અને નયના બેન તમારા પરિવારને ગોહિલ વંદના નાં જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ વંદના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમે પણ તમારી ચેનલ માં આ ભજન ગાય ને મુક્યું છે મને બવ ગમ્યું બેન....
@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા આ ભજન મે ગાયું છે નયના બેન કાઈ વાધો નયને જય શ્રી કૃષ્ણ નયના બેન 🙏🏻🙏🏻
ખૂબ ખૂબ આભાર બેન તમને મારૂં બનાવેલું કિર્તન ગમ્યું અને તમે તમારી ચેનલ માં ગાય ને મુક્યું મને ખુબ આનંદ થયો બહેન જય દ્વારકાધીશ
નયના બેન ખુબ જ સરસ ભજન ગાયુ તમારી હિંમત સારી કહેવાય આખું ભજન ગાયું આવા ભજન સાંભળીને રડવું આવે છે તમારા ભજન સાંભળવા બહુ ગમે છે તમારો અવાજ બહુ મસ્ત છે શિલ્પા બેન ના જાજા થી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌🙏👌👌🌹🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બહેન અમુક સમયે હિંમત રાખી ને પણ કામ ઉકેલવું પડે છે બહેન આ ભજન મે મારી જાતે બનાવ્યું છે અને ભજન માં મે મારા અનુભવ નું વર્ણન કર્યું છે બેન હાલ ની પરિસ્થિતિ પ્રમાણે ગાયું છે બેન.....
ખૂબસરસ બેન 😢
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ 🙏 પ્રભુ એના આત્માને શાંતિ આપે 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
ખૂબ ખૂબ ધન્યવાદ રસીલાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બેન
મને મારા પપ્પા યાદ આવીને રડું આવી ગયું
હાં બેન સાચી વાત છે પપ્પા ની યાદ તો બહુ આવે
જય દ્વારકાધીશ બેન ,,,,,😢
જય દ્વારકાધીશ બેન ખુબ ખુબ આભાર
ખુબ સરસ ભજન ગાયું છે
આખો મા આસું આવી જાય એવું ભજન ગાયું છે તમારો અવાજ પણ એટલો સરસ છે ઝીલનારો બધા બહેનો પણ સરસ રીતે ઝીલી છે ખુબ સરસ બધા બહેનો ને ખુબ ખુબ આભાર
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ
🙏🏻🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અમને ખૂબ જ આનંદ થાય છે તમે અમારા કિર્તન સાંભળો છો અને પસંદ પણ કરો છો આવી જ રીતે અમારૂ પ્રોત્સાહન વધારવા બદલ તમારો દીલથી આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહો તેવી અપેક્ષા રાખ્યે છીએ જય દ્વારકાધીશ
😊@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
ખૂબ ખૂબ ધન્યવાદ
વાહ બેન ખૂબ જ સરસ 😢
🙏
વાહ બેન સરસ
ખૂબ ખૂબ ધન્યવાદ વસંત માસી જય દ્વારકાધીશ
Khaub sras sabhali ne yad tagi tha y jay
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
સરસ બેન
ખુબ ખુબ ધન્યવાદ
જય શ્રીકૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ રંજનબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
અમને આસુ આવે છે
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Jay shree Krishna
ખૂબ ખૂબ ધન્યવાદ ઇશા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય સીતારામ બેન ખૂબ સરસ ગાયુ પણ હિંમત ઘણી છે તોજ ગાય શકાય
ખૂબ ખૂબ ધન્યવાદ નુતન બેન તમારી વાત સાચી પણ હિંમત તો રાખવી પડે બેન હું પોતે રડું તો બીજા વધારે રડે એટલાં માટે હીંમત રાખવી પડે બેન 🙏🙏
તમને સાંભળી ને બેન મને મારા પપ્પા ની યાદ આવી ગઈ જેને મે 26 વર્ષ થી જોયા નથી
હાં બેન પપ્પા વિના નુ જીવન બવ અઘરું છે બેન આપણ ને નાનપણથી લઇને સાસરે જાઈએ ત્યાં સુધી માં જો આપણ ને સૌથી વધારે માં વધારે પ્રેમ મળ્યો હોય તો ઇ છે આપણા પપ્પા આપણે આપણા સાસરીયા માં હોય તો ગમે તે નાનું મોટું કામ હોય તો પહેલાં દોડી ને આવે તે આપણા પપ્પા પપ્પા ની યાદ તો આપણ ને હરપળ આવે છે પપ્પા આપણ ને ક્યારેય નહીં વિસરાય....
અઃ@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
🙏
Jay shrikrishna
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ
Lakhelu nathi
હવે લખાય ગયું છે બેન થોડી વાર લાગી માફ કરજો 🙏
Lakhi nu mokalo
લખાય ગયું છે બેન થોડી વાર લાગી માફ કરજો 🙏
)
🙏
Sambhda ma-bap
🙏🙏🙏
Saras Bhajan ben
ખૂબ ખૂબ ધન્યવાદ સરલાબેન જય દ્વારકાધીશ