ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં || gurukrupa kirtan ||એક વાર અવશ્ય સાંભળજો|| કીર્તન નીચે લખેલ છે 👇👇

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • _______કીર્તન_________
    હા રે મન માને નઈ કેમ હું મનાવું
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    વાસનાનો વેગ લઈને ફરતી જગતમાં
    હા રે એને ધીરજને દોરડે બાંધો
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    અંતર છે ઉજળાને મનડા છે મેલા
    હા રે એને જ્ઞાનગંગામાં નવડાવો
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    કુસંગી નો સંગ કર્યો માયા નો રંગ ચડયો
    હારે એને પ્રેમના પ્યાલા પીવડાવો
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    હાથ જોડીને ગુરુ ઉભી ચરણમાં
    હારે મને મોક્ષનો મારગ બતાવો
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    કહે મૂળદાસ તમે આવો ચરણમાં
    હા રે તમને નમસમરણની ચાવી આપું
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    કર જોડીને સેવક આવ્યો છે ચરણે
    હા રે એના ચોરાસીના બંધન કાપ્યા
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    હા રે મન માને નઈ કેમ હું મનાવું
    ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 5

  • @jayshreegopalmahilamandal787
    @jayshreegopalmahilamandal787 หลายเดือนก่อน +1

    જય ગુરુદેવ

  • @ViyanshiSorthiya
    @ViyanshiSorthiya 2 หลายเดือนก่อน +4

    સરસ 👌👌👌

  • @RudraChitroda
    @RudraChitroda 2 หลายเดือนก่อน +1

    જય ગુરૂ મહારાજ

  • @gurukrupakirtan670
    @gurukrupakirtan670  2 หลายเดือนก่อน +3

    બધા સ્પોર્ટ કર્તા રહેજો 🙏🙏🙏🙏

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt 2 หลายเดือนก่อน +2

    જય ગુરુદેવ