અમને ખોટા ના રમાડો સંસારમાં //ગુજરાતી કીર્તન//ગુરુ કૃપા કીર્તન//કીર્તન નીચે લખેલ છે...👇👇👇

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • ____કીર્તન_____
    પ્રભુ દેવું ન દેવું તારા હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    રાજા દશરથે એના મનમાં વિચાર્યું
    મારો રામ અવધનો રાજા રે બનશે
    હા રે રાજ કરવું ન કરવું તારા હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    માતા દેવકીજી જેલમાં વિચારે
    નાનેરો બાળ મારી ગોદમાં રે રમશે
    હા રે તારે ખોળે રમવું ન રમવું તારા હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    અમે સંસારી ચોપાટના ચોગઠા
    કાળા પીળા લીલા ને રાતા છે ચોગઠા
    હા રે અમારા પાસા રાખ્યા છે તારા હાથમાં
    રે અમને ખોટા ન રમાડો સંસારમાં
    વાલા તું ચારેય પદમાં ફેરવતો
    પચ્ચીસના પઘડે પછી તું મારતો
    હા રે હાથ જાલીને લઈજા મોક્ષધામમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    શીબી રાજાને ઘેર હોલો થઈને આવિયા
    પાછળ ઇન્દ્રરાજા બાજ થઈને આવિયા હા રે
    ત્રિકમ ત્રાજવે બેસીને તોરાણા રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    અમે માનવિયું મનમાં માની બેઠા
    મારુ મારુ કરીને બેસી રે ગયા
    હા રે રેવા દેવું ન દેવું તારા હાથમાં રે
    વાલા તારા ભક્તો તને રે પૂછશે
    તને બીક નથી આ જગતમાં કોઇયની
    તું તો કેમેય ન આવે કોઈના હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    વાલા તારા જીવાડ્યા અમે રે જીવીએ રે
    અમારા કર્મના ફળ દેતો સાથમાં
    હા રે અમારા જીવનની દોરી તારા હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં
    પ્રભુ દેવું ન દેવું તારા હાથમાં રે
    અમને ખોટા ન રમાડો સંસારમાં

ความคิดเห็น • 8

  • @geetamaheta
    @geetamaheta 3 หลายเดือนก่อน +6

    સરસ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 3 หลายเดือนก่อน +3

    Super❤❤❤

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બહેનો સરસ ભજન સંભાળાવીયુ લખીને મૂકવા બદલ આભાર સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱💐

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 2 หลายเดือนก่อน

    વાહ બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી રામ

  • @ilanenbhatt
    @ilanenbhatt 3 หลายเดือนก่อน +2

    Jai Sri Krishna

    • @gurukrupakirtan670
      @gurukrupakirtan670  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

    • @gurukrupakirtan670
      @gurukrupakirtan670  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે