શિવાનંદ અધ્વર્યુ જેવા ડૉકટરહોઈ શકે ખરા? | Positive Story | Ramesh Tanna | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • ગુજરાતમાં નિયમિત રીતે માનવતાવાદી ડૉક્ટરો જન્મ લેતા જ રહ્યા છે. આવા જ એક ડૉક્ટર હતા શિવાનંદ અધ્વર્યુ. તેમનું સાચું નામ તો હતું ભાનુભાઈ અધ્વર્યુ, પરંતુ ઋષિકેશસ્થિત સ્વામી શિવાનંદજીને પોતાના ગુરુ બનાવ્યા પછી તેમણે ગુરુનું નામ રાખી લીધું હતું અને તેઓ શિવાનંદ અધ્વર્યુ બન્યા હતા. તેમણે લાખો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નેત્રયજ્ઞ કરીને નવજીવન આપ્યું હતું. સૌરાષ્ટ્રમાં વીરનગરમાં તેઓ પલાંઠીવાળીને ધૂણી ધખાવીને બેસી ગયા હતા. તેમણે આરોગ્ય કેમ્પો ઉપરાંત અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ પણ કરી હતી. તેમણે શિક્ષણયજ્ઞ પણ કર્યો હતો તો વ્યસનમુક્તિનું કામ પણ કર્યું હતું. મૂળે તો તેઓ આધ્યાત્મિક પ્રકૃતિના સંન્યાસી હતા. તેમની ઈચ્છા તો ગંગા કિનારે વસી જવાની હતી, પરંતુ ગુરુની આજ્ઞાને માન આપીને તેઓ સતત લોક સેવા જ કરતા રહ્યા હતા. આવાં માનવ-રત્નોથી ગુજરાત સતત ધન્યતાની અનુભૂતિ કરતું રહ્યું છે.
    પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું.
    લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
    લિંક: drive.google.com/file/d/19Ad1...
    પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
    Video shot & edited by: Tushar Leuva
    લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
    પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
    Facebook: / ramesh.tanna.5
    #PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 5

  • @AnitaTanna
    @AnitaTanna 23 วันที่ผ่านมา

    ગુરુ શિવાનંદ સ્વામી અને ડૉ. શિવાનંદની ચેતનાને વંદન કરું છું. સમાજસેવા અને અધ્યાત્મનો સુભગ સમન્વય કરીને ગુજરાતની ખૂબ મોટી સેવા કરી છે.
    તબીબી વ્યવસાયને‌ ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડી અનોખી પ્રેરણા આપી છે.‌
    આવાં પ્રેરણાદાયી વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે
    નવી સવાર ચેનલનો
    ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ.‌

  • @user-qw1qb8yf4g
    @user-qw1qb8yf4g 23 วันที่ผ่านมา +1

    નવી સવાર ના નવા અધ્યાયને ધન્યવાદ.

  • @alpashah2406
    @alpashah2406 23 วันที่ผ่านมา

    Wah prerna dayak

  • @kokilashah3174
    @kokilashah3174 22 วันที่ผ่านมา

    Great sant+ Docter.y poor person becomes Mahan n not rict,pranam,lot Salutes to ur deep knowledge 🙌🏾

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 23 วันที่ผ่านมา

    Doctor+ Sanyasi Shree Shivanad ji @ Bhanubhai.🎉 Nice story. Ramesh Bhai aap pan khub j mehnat Karine ,ras laine saras real vato amari samax muko chho te mate dhanyawad ne patra chho,I appreciate your hard work 🎉 Thanks.... M k Raj Kapoor