બજેટ, યુવાનો અને રોજગારી | Ramesh Tanna | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • ભારતનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં યુવાનોની રોજગારી માટે કેટલીક વિશેષ ડોગવાઈ કરી છે. જેમ કે આગામી પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાનોને રોજગાર આપવા માટે રૂ. બે લાખ કરોડની, પાંચ વર્ષના સમયગાળામાં 20 લાખ યુવાનોને સજ્જ બનાવવા કૌશલ્ય આપવા માટે રૂ. 1.48 લાખ કરોડ, 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડિંગ, તમામ ક્ષેત્રોમાં પ્રથમ વખતના કર્મચારીઓને એક વખતનું વેતન પ્રદાન કરવાની દરખાસ્ત અને 500 કંપનીઓમાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાનો માટે 5000 રૂપિયા પ્રતિ માસના ભથ્થા સાથે ઇન્ટર્નશિપની તક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પણ યુવાનો માટે કેટલીક બાબતો છે. ભારતમાં 140 કરોડ વસતિમાં આશરે 60 કરોડ યુવાનો છે અને તેમનામાં બેરોજગારી ખાસ્સી છે. આ વીડિયોમાં અમે તેનાં કારણો અને પરિબળોની વાત કરવા ઉપરાંત તેના ઉકેલ અંગે પણ વાત કરી છે
    પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું. લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
    લિંક: drive.google.c...
    પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
    Video shot and edited by Tushar Leuva
    લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
    પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
    Facebook: / ramesh.tanna.5
    #PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar

ความคิดเห็น •