આ કીર્તન માં દેહ ને વાડી સાથે સરખામણી કરી છે એકવાર જરૂર સાંભળ જો. કીર્તન નીચે લખેલ છે 👇👇👇

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • =========કીર્તન========
    આવી દેહની વાડી આપી છે વિઠ્ઠલે રે
    તમે ખંતે થી કરજો એમાં ખેડ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    નોતી ધરમને કેડે ગાડી હાલતી રે
    એની રાઈસ રણછોડે લીધી હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    તમે ઝરણાનો જાપો બાંધજો રે
    એમાં સમતાની સાંકળ હોઈ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં તાળું રે ત્રિકમનું તમે મારજો રે
    એની ચાવી સદગુરુજીને હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    દાન દયાના બળદ તમે જોડજો રે
    તમે ખંતેથી કરજો એમાં ખેડ
    એવી દેહની વાડી આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં કરુણાના કયારા તમે બાંધજો રે
    ધારણ ધીરજની મુકજો એમાં મુઠ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    તમે વેલા રે ઊઠજોને એમાં વાવવા રે
    જ્ઞાન દીપકની પ્રગટાવો જ્યોત
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    નામ સમરણના રોપડા એમાં રોપજો રે
    ગીતા ભાગવતનો રાખજો એમા ભાવ
    આવી વાડી રે આપી સે હરી વિઠ્ઠલે રે
    એમાં નિંદાનું નિંદામણ ઉગશે રે
    લેજો સત્યની દાતરડી તો હાથ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    એમાં વીઘનના વેલા આડા ઉગશે રે
    રામ રટણથી થાશે એનો નાશ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    લોભ મોહના તે ઢોર એમાં આવશે રે
    ગુરુ ગોવિંદના ગાજો તમે ગાન
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    હીરા તોરાણા ઝવેરીના હાથથી રે
    વાલો બમણા ચુકવશે એના મોલ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    કર જોડીને સંતો કરે વિનંતી રે
    પ્રેમે આપે આતમનું જ્ઞાન
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    આવી દેહની વાડી આપી છે વિઠ્ઠલે રે
    તમે ખંતે થી કરજો એમાં ખેડ
    આવી વાડી રે આપી છે હરિ વિઠ્ઠલે રે
    ગુરુ કૃપા કીર્તન 🌷🌷🌷🌷 જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌺

ความคิดเห็น •