ઇસ્કોન ના ચંદ્રગોવિંદદાસજી ઍ સ્વામિનારાયણ વિરુદ્ધ પ્રવચનનો શાસ્ત્રોકત પ્રત્યુતર
ฝัง
- เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
- ભગવાન સ્વામિનારાયણના પ્રગટ થવાના વેદ વ્યાસ રચિત શાસ્ત્ર પ્રમાણ
__________________________
मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये ।
प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्मं यदा क्षितौ ।।४२।।
धर्मदेवात्तदा मूर्तौ नरनारायणात्मना ।
प्रवृत्ते।पि कलौ ब्रह्मन् ! भूत्वाहं सामगो द्विजः ।।४३।।
मुनिशापान्नृतां प्राप्तं सर्षिं जनकमात्मनः ।
ततो।विता गुरुभ्यो।हं सद्धर्मं स्थापयन्नज ! ।।४४।।
એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંઘની સાથે યુદ્ધસમય આવતાં, શ્રીકૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં, "अन्यो।पि धर्मरक्षायै देहः संभ्रियते मया । विरामायाप्यधर्मस्य काले प्रभवतः क्वचित् ।।" આ રીતે પોતાના દ્વિતીય પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી. માટેજ તે શ્રીકૃષ્ણે સ્વધામગમનસમયે પોતાના બીજા પ્રાદુર્ભાવના ગ્રહણમાં હેતુને ઉદ્દેશીને, સમગ્ર જીવોના કલ્યાણને કરનારૂં મારૂં જ્ઞાન ધરવા કોણ સમર્થ થાય ? એમ વિચાર કરતાં, તેવા ગુણવાળા ઉદ્ધવજીને જાણીને. તેમને આચાર્યપદવી આપવા પૂર્વક પોતાની જ્ઞાનરૂપ ધૂર સોંપી હતી. આ બાબત "अस्माल्लोकादुपरते मयि ज्ञानं मदाश्रयम् । अर्हत्युद्धव एवाद्धा संप्रत्यात्मवतां वरः ।। नोद्धवो।ण्वपि मन्नयूनो यद्गुणैर्नार्दितः प्रभुः । अतो मद्वयुनं लोकं ग्राहयन्निह तिष्ठतु ।।" આ પ્રકારે કહી છે. વળી "कृतादिषु प्रजा राजन् ! कलाविच्छन्ति संभवम् । कलौ खलु भविष्यन्ति नारायणपरायणाः ।।" આ રીતે જનકના પ્રત્યે યોગેશ્વરોએ પણ તે બીજા પ્રાદુર્ભાવના સંબન્ધથી કલિમાં અનંત જનોની તત્પરાયણતા કહી છે. તો તેજ પ્રાદુર્ભાવને અહીં પ્રકાશ કરતા ભગવાન પુરૂષોત્તમ બ્રહ્માને વર આપે છે- હે બ્રહ્મન્! અર્જુને સહિત મેં શ્રીકૃષ્ણે યુદ્ધમાં હણેલા (એટલે હું જે અસુરોને મારા હાથથી હણીશ અને જેઓ અર્જુને હણ્યાથકાપણ મને જોતાથકા મૃત્યુને પામશે તે તો મોક્ષને પામી જશે. અહીંતહીં અર્જુનાદિકે હણેલા) તેજ અસગ્દુરૂનૃપાદિક રૂપથી જ્યારે પૃથ્વી ઉપર અધર્મને પ્રવર્તાવશે ત્યારે હે બ્રહ્મન્ ! હું કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિમાં પણ ધર્મદેવથકી તેમની ભક્તિ જેનું બીજું નામ છે એવી મૂર્તિપત્નિમાં નરનારાયણને નિમિત્ત કરીને સામવેદી વિપ્રરૂપથી પ્રાદુર્ભવીને, હે અજ ! હું સદ્ધર્મની સ્થાપના કરતો થકો દુર્વાસા મુનિના શાપથી મનુષ્યભાવને પામનારા મરીચ્યાદિ મુનિ સહિત મારાં માતાપિતા ધર્મભક્તિની તે અસુરાંશ ગુરૂરાજાથકી રક્ષા કરીશ. (આથી શ્રીકૃષ્ણના બીજા અવતારરૂપ સ્વામિનારાયણાવતાર કહ્યો.) ।।૪૨-૪૪।।
(શ્રી સ્કંદપુરાણે વિષ્ણુખંડે શ્રીવાસુદેવમાહાત્મ્યે શ્રીવાસુદેવાવતારાદિ કથન નામાષ્ટાદશોધ્યાયઃ ।।૧૮।।)
__________________________
(૨) પૃથ્વીનો ભાર ઉતારવા સારૂ, સાધુઓનું રક્ષણ કરવા સારૂ અને દુષ્ટ લોકોને મારવા સારૂ જ મેં અવતાર ધર્યો છે. હું બીજા અવતારો પણ ધર્મની રક્ષા કરવા સારૂ અને કોઇ સમયે ઉત્પન્ન થતા અધર્મનો નાશ કરવા સારૂ ધરીશ.૧૦
"अन्यो।पि धर्मरक्षायै देहः संभ्रियते मया । विरामायाप्यधर्मस्य काले प्रभवतः क्वचित् ।।"
(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૫૦ શ્લોક ૧૦)