ઉ.ગુજરાતની દીકરીનો પુનર્જન્મ સૌરાષ્ટ્રમાં?? | Punarjanm | Ramesh Tanna | Navi Savar | Gujarati News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • આ કિસ્સો સાવ સાચો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાની અમરાપુર ગામની એક દીકરીનો પુનર્જન્મમાં સૌરાષ્ટ્રમાં થયો હતો. હમણાં બનાસકાંઠાના પાલનપુરની બાજુમાં આવેલા ખસા ગામનો એક કિસ્સો ખૂબ જાણીતો બન્યો છે. દક્ષા ઠાકોર નામની પાંચ-છ વર્ષની દીકરી અંજારને યાદ કરી રહી છે. ગુજરાતી પરિવારની દીકરી હોવા છતાં હિન્દીમાં બોલે છે અને ભૂકંપમાં તેનું મૃત્યુ થયું હતું એ બધી વિગતવાર વાતો પણ કરે છે. પુનર્જન્મના આવા કિસ્સા અવારનવાર આવતા જ રહે છે. આ વીડિયોમાં આજે અમે અમરાપુર ગામનો કિસ્સો રજૂ કરી રહ્યા છીએ. આ ગામની નાડોદા-પટેલની એક દીકરી 1970માં છ-સાત વર્ષની ઉંમરે અવસાન પામી. તેનો બીજો જન્મ થયો સૌરાષ્ટ્રના એક ગામમાં. નાનપણથી જ તે અમરાપુરને, પોતાનાં માતા-પિતાને, ભાઈ બહેનોને, ખેતરને યાદ કરતી હતી. તેમનાં માતા-પિતાએ અમરાપુર શોધવા પ્રયાસ કર્યો અને 1987માં એ શોધ પૂરી થઈ. 17 વર્ષની દીકરીએ ગામમાં પોતાનું ઘર શોધી કાઢ્યું, માતા-પિતાને ઓળખી બતાવ્યાં. ભાઈ-બહેનો સાથે પણ વાતો કરી. એટલું જ નહીં ગામના લોકોને પણ ઓળખી બતાવ્યાં. પોતાના આગલા જન્મમાં માતાના હાથની ખીર તેમને બહુ ભાવતી હતી તો આ જન્મમાં માતા પાસે તેમણે ખીર બનાવડાવી અને ખાધી પણ ખરી. આ એક સત્ય ઘટના છે કોઈ કારણસર અમે તે આ જન્મનું તે બહેનનું નામ બદલી રહ્યા છે કારણ કે એમના પરિવારની ઈચ્છા એવી છે કે આ વાત બહાર ન આવે. આ વિડીયો બનાવનારા લેખક અને પત્રકાર રમેશ તન્ના પણ અમરાપુર ગામના જ વતની છે. અમરાપુર તેમનું વતન છે. આ વીડિયો એટલા બધા બનાવ્યો છે કે મૃત્યુનો ડર ઓછો થાય.
    Video shot & edited by Harsh Dhakan
    લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
    પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
    Facebook: / ramesh.tanna.5
    #gujaratinews #RameshTanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 33

  • @chaturvala4058
    @chaturvala4058 2 หลายเดือนก่อน +10

    આ બધું ભગવાને ગીતા માં કીધેલું જ છે પણ લોકો જ્યાં સુધી પ્રત્યક્ષ ના જુએ ત્યાં સુધી વિશ્વાસ કરતા નથી... બરોબર ને તન્ના સાહેબ...

  • @kusumpatel638
    @kusumpatel638 2 หลายเดือนก่อน +4

    હા રમેશભાઈ ગીતામાં ચોથા અધ્યાયમાં પાંચમો અને છઠ્ઠો શ્લોક પુનર્જન્મનો છે ભગવાને કહ્યું છે કે મારા તો કેટલાય થઈ ગયા પરંતુ મને બધું યાદ હોય પણ અર્જુન તને એનું જ્ઞાન નથી એવું કહે છે

  • @chavdapravin3680
    @chavdapravin3680 2 หลายเดือนก่อน

    આ વાત સંપૂર્ણ સાચી છે.

  • @Nathu-et7yu
    @Nathu-et7yu 2 หลายเดือนก่อน +1

    અમરાપુર થી મારા ..રામ રામ

  • @kokilashah3174
    @kokilashah3174 2 หลายเดือนก่อน

    It's a miracle..great, 😊

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 2 หลายเดือนก่อน +1

    Good congratulations 🎉🎉🎉❤❤❤

  • @swamishradhhanand6963
    @swamishradhhanand6963 2 หลายเดือนก่อน +1

    Har.har.mahadev.

  • @prajapatihasmukh2513
    @prajapatihasmukh2513 2 หลายเดือนก่อน

    અમરાપુર પ્રાથમિક શાળા માંથી શિક્ષક પ્રજાપતિ હસમુખભાઈ બાસ્પા વાળાના રામરામ🙏🏻🙏🏻 તન્ના સાહેબ

    • @d.s.rajput6776
      @d.s.rajput6776 2 หลายเดือนก่อน

      હસમુખભાઈ કેમ સો કચ્છ માં હતા ને તમે

    • @d.s.rajput6776
      @d.s.rajput6776 2 หลายเดือนก่อน

      ખારોઇ દિનેશભાઇ ચાવડા

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 2 หลายเดือนก่อน +3

    Such types of incident is possible ,,Ajibon garib kahani.M k Raj Kapoor 😊

  • @navghanthakor176
    @navghanthakor176 2 หลายเดือนก่อน +4

    હા સાહેબ આ વાત મે પણ સાંભળેલી છે

  • @user-vy6oo9el9j
    @user-vy6oo9el9j 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @JogajiThakor-w4j
    @JogajiThakor-w4j 2 หลายเดือนก่อน

    જય ભોલાનાથ

  • @sankalp2290
    @sankalp2290 2 หลายเดือนก่อน

    મે reincarnation વિશે ઘણું વાંચ્યું છે, હું એમાં માનું છું, એ સાચું છે✅

  • @mansukhmakvana1397
    @mansukhmakvana1397 2 หลายเดือนก่อน +4

    કાસ મારો ભી પુનર્જન્મ થાય 😊

    • @rajeshmakwana2237
      @rajeshmakwana2237 2 หลายเดือนก่อน +2

      પહેલું મુર્ત્યુ પામો તો ખરા😂😂

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      ચોક્કસ થશે જ..

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      હા હા હા

    • @sankalp2290
      @sankalp2290 2 หลายเดือนก่อน

      લોકો મોક્ષ માગે છે , તમે પુનર્જન્મ માગ્યો

  • @solankimahesh9591
    @solankimahesh9591 2 หลายเดือนก่อน

    આ વાત બિલકુલ સાચી છે તેમના આગળ જન્મ ના બેન અમારા ગામમાં છે દરેક વાત સાચી છે

  • @bhaveshahir1558
    @bhaveshahir1558 2 หลายเดือนก่อน +2

    Ane apo koyik shu apvu a mane na puchta

  • @pparas39
    @pparas39 2 หลายเดือนก่อน +3

    આ શક્ય છે ?

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      જી આ શક્ય જ છે

  • @kokilashah3174
    @kokilashah3174 2 หลายเดือนก่อน

    I want to born again ,but not Punerjanam....🙏🏾

  • @suniljasaliya204
    @suniljasaliya204 2 หลายเดือนก่อน

    Tital khotu che

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      કેવી રીતે ખોટું છે તે જણાવવા વિનંતી છે.

    • @suniljasaliya204
      @suniljasaliya204 2 หลายเดือนก่อน

      ​@@navisavar e evi rite ke mara gam ni chokri che ...pan eno purv janm sovrasth nai pan kachh ma hato 🎉