Kyan Jai Santato Bhagwan કયાં જઇ સંતાતો ભગવાન | Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏 💐
    આજ નું ભજન - કયાં જઇ સંતાતો ભગવાન 🙏 💐
    રાગ: દેખ તેરે સંસારકી હાલત
    અંતરમાં અજવાળા વેરી, થાતો અંતરધ્યાન
    કયાં જઇ સંતાતો ભગવાન (૨)
    ઋષિમુનિઓ શોધી થાકયા
    ભક્તોને તેં પળપળ તાવ્યા
    અણી વેળાએ વ્હારે આવી રાખે સૌનું ધ્યાન
    ક્યાં જઈ સંતાતો ભગવાન (૨)
    તનમન ધન સહુ અર્પે તુજને
    પ્રીતની રીત ના સમજે મુજને
    નામ રૂપાળું રટતા રટતા ભૂલી જાતી ભાન
    ક્યાં જઈ સંતાતો ભગવાન (૨)
    લાખ કસોટી આવી લેજે
    આવી દર્શન અમને દેજે
    શીદને તું ભકતોને તાવે માંગે ઝાઝા માન
    ક્યાં જઈ સંતાતો ભગવાન (૨)
    જનમ જનમના બંધન બાંધ્યા
    અંતર કેરા તાર તેં સાંધ્યા
    મળવામાં શું વાંધો તુજને ઘટતી ક્યાં તુજ શાન
    ક્યાં જઈ સંતાતો ભગવાન (૨)
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #GujaratiBhajan #Bhajan #jayabennabhajan #jayabenrajawadha #jayaben #bhajans #kirtan
  • เพลง

ความคิดเห็น • 6

  • @swatideval7622
    @swatideval7622 2 หลายเดือนก่อน +2

    વાહ . જયાબેન તમને મારા જય શ્રીકૃષ્ણ . ખૂબ જ સરસ ભજન છે . આ અગિયારસ ના દિવસે હું આ તમારુ ભજન અમારા મંડળ માં ગવડાવીશ .

  • @hirabarathod9269
    @hirabarathod9269 2 หลายเดือนก่อน +1

    જયશ્રીકૃષ્ણ

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน

    ખરેખર ખૂબ સરસ ભજન જયાબેન આવા સરસ ભજન મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રીકૃષ્ણ 🙏🙏રાધે રાધે🙏🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏