🙏વાહ... ડમ ડમ ડમરું વગાડતા ભોળાનાથ અમારા... 🌹🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • રાગ : પવનમાં ઉડી ઉડી જાય રે
    ડમ ડમ ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    કૈલાશમાં ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    એવું રૂડું ડમરૂ એમણે સૌરાષ્ટ્રમાં વગાડ્યું
    સોમેશ્વર કહેવાયા ભોળાનાથ અમારા
    એવું રૂપાળું ડમરું એમણે શ્રી શૈલમ વગાડ્યું
    મલ્લિકાર્જુન કહેવાયા ભોળાનાથ અમારા
    કેવું સુંદર ડમરૂ એમને ઉજ્જૈનમાં વગાડ્યું
    મહાકાલેશ્વર કહેવાયા એવા ભોળા અમારા
    રુડુ રૂપાળું ડમરુ એમણે અમલેશ્વર વગાડ્યું
    ઓમકારેશ્વર કહેવાયા એવા શિવજી અમારા
    ડમ ડમ ડમરૂ ભોળાનાથે પરલ્યામ વગાડ્યું
    વેદ નાથ કહેવાયા એવા નાથ અમારા
    ડાકીન્યામ માં ભોળાનાથે ડંકો રે વગાડ્યો
    ભીમાશંકર કહેવાયા એવા ભોળા મારા
    સેતુબંધ જઈને ભોળા ડમરું રે વગાડતા
    રામેશ્વર કહેવાયા એવા ભોળા મારા
    ભક્તોને કાજે ભોળા મારા દારૂમાં જાય છે
    નાગેશ્વર કહેવાયા એવા શિવજી ભોળા
    ડમરૂ લઈને ભોળાનાથ વારાણસી વગાડે
    વિશ્વેશ્વર કહેવાય એવા મારા ભોળા
    ગોમતી ના તટ પર ભોળા મારા કેવું ડમરૂ વગાડે
    ત્રયંબકેશ્વર કહેવાયા ભોળાનાથ અમારા
    હિમાલયમાં નાચી કુદીને ડમરૂ રે વગાડ્યું
    કેદારનાથ કહેવાયા આવા ભોળા મારા
    શિવાલયમાં જઈને ભોળા ડમરૂ નાદ ગજાવે
    ધૃષમેશ્વર કહેવાયા શિવજી ભોળા મારા
    ડમ ડમ ડમરૂ વગાડતા ભોળાનાથ અમારા
    🙏
    Thanks

ความคิดเห็น • 31