ભજન નીચે લખ્યું છે જોરદાર ભજન ગાયું ખુબ મઝા આવશે.ગુલાબનો. ગોટો ચુંટીને લીધો.શ્રી સખીભજન મંડળ.જયશ્રી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
  • આ ભજન સરસ છે ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય
    Subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.જયશ્રી ગોહિલ. વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    -------------------------------- ભજન----------------------
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ (2)
    કાનો પુછે રાધાજીને આપણે ક્યાં જઈ મળશું રે લોલ
    મહાદેવજીનું સુંદર મંદિર ત્યાં જઈ મળશું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો. (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    કાનો પુછે રાધાજીને હાર કયાંથી લઈશું રે લોલ
    વડોદરા શહેરના સુંદર બજાર છે ત્યાં જઈ હાર લઈશું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    આપણા ભજનમાં કેવા કરાર છે કેવા કેવા પ્રસાદ લઈશું રે લોલ
    શીંગદાણા સાકર મામુલી કહેવાય પેંડાના પ્રસાદ લઈશું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    આપણા ભજનમાં ભેટનો કરાર છે કેવી કેવી ભેટ લઈશું રે લોલ
    101 તો મામુલી કહેવાય 501 તો લઈ શું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    આપણા ભજનમાં નાસ્તાનો કરાર છે કેવા કેવા નાસ્તા કરશું રે લોલ
    બટાકા પૌંઆ મામુલી કહેવાય પાકા ભોજનીયા લઈશું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    કયા બેનના સુંદર ઘર છે ત્યાં જઈ ને ભજન કરશું રે લોલ
    મીનાબેનના સુંદર ઘર છે ત્યાં જઈ ભજન કરશું રે લોલ
    ગલ ગોટો ગલ ગોટો (2)
    ગુલાબનો ગોટો ચુંટીને લીધો ધીનચક ધીનચક વાગે રે લોલ
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

ความคิดเห็น • 20