Best Krishna Kirtan - રક્ષાબંધન સ્પેશિયલ (નીચે લખેલુ છે) - વિષ્ણુ વામન બનીને આવીયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #કીર્તન #કીર્તન #gujaratisong #krishnakirtan #gujaratikirtan #satsang_world #viralsong #rakshabandhanspecial #rakshabandhan2023 #vamanavatar #mahilamandalbhajans
    ==== વિષ્ણુ વામન બનીને આવીયા =====
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    આવ્યા બલિરાજાને દ્વાર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    એના હાથમાં કમંડળ શોભતું રે
    એના નાના નાના છે પગ
    વિષ્ણુ વામન બનીને આવ્યીય રે
    હાથે છત્રી વાલાને માથે શોભતી રે
    વાલો આવી ઉભા બલીને દ્વાર
    વિષ્ણુ વામન બનીને આવ્યીય રે
    બલિરાજાએ યજ્ઞ હવન આદરીયા રે
    બલિ આપે સાધુ બ્રામ્હણને દાન
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિરાજાએ માન થી બોલાવિયા રે
    તમે ભલે પધાર્યા ભગવાન
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    તમારે જે રે જોયે તે બટુક માંગજો રે
    બલિ દાનેશ્વરી કહેવાય
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    મારે જોયે સાડા ત્રણ ડગલાં પૃથ્વીના રે
    મારે રેવા નથી ઘરબાર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિના ગુરુએ મનમાં વિચાર્યું રે
    આતો માંગી લેશે રાજને પાટ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    ગુરુએ બટુકની અદેખાય આદરી રે
    બલિ આપોને હીરાદાન
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    ત્યારે બટુક મુખેથી એવું બોલિયાં રે
    મારે નથી જોતા હીરા ને માણેક
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિરાજાએ સંકલ્પ આદરિયો રે
    ગુરુ બેઠા કમંડળ માય
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    તણખલાથી વીંધી બટુકે આંખડી રે
    વાલો વામનમાંથી બની ગયા વિરાટ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    પૃથ્વી આકાશને બે ડગલામાં માપિયાં રે
    ત્રીજે ડગલે માપિયાં છે ત્રણ લોક
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિ અડધું ડગલુ બાકી રહ્યું રે
    તમે દાનેશ્વરી કહેવાવ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિએ પ્રભુને શીશ નમાવિયા રે
    પ્રભુ મેલો મસ્તક ઉપર પગ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિરાજાને પાતાળમાં સ્થાપીયો રે
    મારા વાલો થયા છે પ્રસન્ન
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિ જે રે જોયે તે તમે માંગજો રે
    પ્રભુ રાજની કરોને રખવાળ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    વાલો કરે બલિરાજાની ચાકરી રે
    મારો વાલો ગયા છે બંધાય
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    વૈકુંઠમાં લક્ષ્મીજી મુંજાય ગયા રે
    મને કોઈ તો બતાવો દીનાનાથ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    નારાયણ કરતા નારદમુનિ આવિયા રે
    નારદ તમે બતાવો દીનાનાથ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    વાલો પાતાળમાં કરે બલિની ચાકરી રે
    એ તો પેહરા ભરે છે દિવસને રાત
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    આવે શ્રાવણ વદની પુનમડી રે
    તમે બેની બનીને દ્વારે જાવ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    વૈકુંઠમાંથી લક્ષ્મીજી હાલિયા રે
    એ તો આવિયા બલિરાજાને દ્વાર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બલિરાજાએ માન થી બોલાવિયા રે
    તમે ભલે પધાર્યા મારા બેન
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બેની બાંધે બલિરાજાને રાખડી રે
    તમને ખમ્મા ખમ્મા રે મારા વીર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    બેની જે રે જોયે તે તમે માંગજો રે
    બલિ દાનેશ્વરી કહેવાય
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    લક્ષ્મીજીએ ભગવાનને મંગીયા રે
    વીરા માંગુ તમારો ચોકીદાર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    લક્ષ્મીજીએ પ્રભુને છોડાવિયા રે
    એને છોડાવ્યા દીનાનાથ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    ચાર ચાર મહિનાના વારા કાઢીયા રે
    બ્રમ્હા વિષ્ણુને મહેશ રખેવાળ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    જે કોઈ વામન બલિના ગુણ ગાય છે
    એનો થાશે વૈકુંઠમાં વાસ
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    આવ્યા બલિરાજાને દ્વાર
    વિષ્ણુ વામન બનીને આવિયા રે
    Album: વિષ્ણુ વામન બનીને આવીયા
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

ความคิดเห็น • 30

  • @NiruDIYCreation
    @NiruDIYCreation ปีที่แล้ว +6

    Khubaj saras

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤vary vary nice Jayshreekrisana

  • @bharatvadodariya1047
    @bharatvadodariya1047 ปีที่แล้ว +2

    Srs che

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤Jayshreekrisana

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 5 หลายเดือนก่อน

    Khubshunder❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏❤️સતસંગમાં માં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે❤️

  • @ShantabenBarad
    @ShantabenBarad 6 หลายเดือนก่อน +3

    તમારો આવાજ ખૂબ સરસ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @ramapatel3862
    @ramapatel3862 ปีที่แล้ว +3

    Khubj saras👌👌

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ ปีที่แล้ว +1

    👍👍👍👌

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤varynice

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે

  • @lataajagiya1647
    @lataajagiya1647 4 หลายเดือนก่อน

    ❤જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😇
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar ปีที่แล้ว +1

    bhavna thumbar🎉🎉whhh rasi whhh

  • @daksha9963
    @daksha9963 ปีที่แล้ว +1

    વાહવાહબેન

  • @vbhaktigujarati
    @vbhaktigujarati ปีที่แล้ว

    🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 ปีที่แล้ว +4

    જય ભોળાનાથ ખુબ સરસ કીર્તન રોજ એકજ અવાજથી ગવાયછે ખુબખુબ ધન્યવાદ બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  11 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય ભોલેનાથ 🙏🙏

    • @Pahi-nt5gw
      @Pahi-nt5gw 4 หลายเดือนก่อน

      The 8in y😮😮7😢jhc​@@RasilabenThummar

    • @Pahi-nt5gw
      @Pahi-nt5gw 4 หลายเดือนก่อน

      😮The h

  • @chandrikajoshi8757
    @chandrikajoshi8757 ปีที่แล้ว

    ભજન ખુબજ સરસ છે લખી ને મોકલાવો

  • @pravinagusai7529
    @pravinagusai7529 9 หลายเดือนก่อน

    !

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @savitridubariya3665
    @savitridubariya3665 ปีที่แล้ว

    Lakhi ne mokljo

  • @Parthh21092
    @Parthh21092 ปีที่แล้ว

    Lakhi ne moklo pls

  • @bharatvadodariya1047
    @bharatvadodariya1047 ปีที่แล้ว +1

    Lakine moklo