84 લાખ અવતાર - Gujarati Kirtan - એક વાર જરૂરથી સાંભળો (નીચે લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    #gujaratikirtan #godsong
    #સત્સંગ #gujaratisong #mahilamandal
    #ભક્તિકીર્તનસંગ્રહ #newsong
    #કીર્તન #gujaratikirtan #gurubhajans
    #gurubhaktisong #prachin_bhajan #newsong2023 #viralsong
    ======= 84 લાખ અવતાર =======
    જીવ ગુરુજીના વચન સંભાળીને ચાલજો રે
    હેતે પ્રીતેથી લેજો પ્રભુજીના નામ
    વચન સંભાળીને ચાલજો રે
    જીવ તું તો પૂર્વ રે જનમની વાતને વિસરી ગયો રે
    ક્યાંથી આવ્યોને કોણ તારી જાત
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તમે ગુરૂના વચન સંભાળીને ચાલજો રે
    જીવ તું તો નવ નવ મહિના ઊંધે મસ્તક લટકીયો રે
    તે દી જોડતો તો હરિવરને હાથ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    તારી ભક્તિને નવ ભૂલું હું તો ભૂદરા રે
    બહાર આવ્યો ત્યાં લાગી તને માયાની લાય
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તે તો નવ લાખ અવતાર લીધા નિરમા રે
    દસ લાખ અવતાર લીધા પંખીડાનો પરિવાર
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તેતો અગિયાર લાખ અવતાર લીધા કરમ કીટકના રે
    વીસ લાખ અવતાર લીધા થાવર જંગમના વિસ્તાર
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તે તો ત્રીસ લાખ અવતાર પશુ પાંભરમાં લીધા રે
    ચાર લાખ અવતાર તું વસ્યો રે માં ને પેટ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તું તો લખ રે ચોરાશી ફરી ફરી આવીયો રે
    ભજ્યા નઈ ભગવાન તો જઈશ ચોરાશીની માય
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તું મરી રે મરીને અનેકવાર અવતર્યો રે
    માંડ કરી મળ્યો તને માનવનો અવતાર
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તે તો ભજ્યા નઈ જો પરિબ્રમ્હને રે
    ગુરુજીને સેવ્યા વિના પડી જીવનમાં ધૂળ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    આવા ગરજે રે ગગનને અખંડ જ્યોતું ઝળહળે રે
    એવા ગુરુનો તમે ગોતી લ્યો સંગ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    આવા ભીમને શરણે રે ખીમ રવિ સહી રે કરે
    અમને મળ્યા આવા ગુરુજી અભંગ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    જીવ તમે ગુરૂના વચન સંભાળીને ચાલજો રે
    હેતે ને પ્રીતેથી લેજો પ્રભુજીના નામ
    ગુરુ વચન સંભાળીને ચાલજો રે
    Album: 84 લાખ અવતાર
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

ความคิดเห็น • 35

  • @MoreGundala-2Jetpur-ov7ti
    @MoreGundala-2Jetpur-ov7ti 11 หลายเดือนก่อน +3

    વાહ.છુ.ગીતગાયુ.રસીલાબેન.ધન્યછે.આવા.મિઠોકંઠ.સાભળીને.ખુબખુબ.આનંદ.થયો.કાલે.અમારા.સતસંગ..બધાબેનુએ.આ.ગીત.સાભળીયુ.મારા.મોબાલમા.બધાને.ખુબ.ગમીયુ.ચોયાશી.યોનિનુ.બધાબેનુએ..તમને.જ્યશ્રી.ક્રષ્ણ.કિધેલ.આવા.અવનવા..ગીત.સંભરાવતારેજો.🙏🙏👌👍💐💐💐

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 11 หลายเดือนก่อน

      બધા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏🙏🙏🙏🙏તમારો આનંદ જોય ને ઘણો આનંદ થયો ધન્યવાદ 🤗🤗🤗🤗🤗બધા કીર્તન સાંભળતા રહેજો ભગવાન બધા ને સદાય ને માટે ખુશ રાખે ને ભક્તિ ape🙏🙏🙏🙏🎉🥰🥰🥰

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું ચોર્યાસી લાખ અવતાર નું સુંદર નિરૂપણ કર્યું છે.સુપર . ખૂબ જ ગમ્યું સાંભળવાની મજા આવી.‌ લખીને મૂકવા વિનંતી છે રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว +1

      રાધે રાધે 🙏🙏🙏🙏🙏🤗🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન ના સબદો સમજવા જેવાછે ગુરૂના વચન રોજસંભારવા જોઈએ સાચા ગુરૂ નીજ માતા તો બેનતમારેતો સચ ગુરૂ માતાજસે ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય ભોલનાથ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હમેશા પ્રોત્સાહન આપવા માટે ખૂબ આભાર ફરીથી

  • @kamlapatel4012
    @kamlapatel4012 10 หลายเดือนก่อน

    Vah shu Bhajan chhe. Rasilaben aava ne aava bhajano samlavata rahejo Bahu maja aavi

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 10 วันที่ผ่านมา

    Vary nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 💐❤️🙏

  • @nayanapatel3263
    @nayanapatel3263 10 หลายเดือนก่อน

    પ્રેમ પ્રણામ ભજન ખૂબ ખૂબ સુંદર છે

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 11 หลายเดือนก่อน

    Jay. Shree. Ram. 🙏🙏🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 5 หลายเดือนก่อน

    Very good Ben 😢😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ અલ્પા બેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 ปีที่แล้ว

    જય ગુરુદેવ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 11 หลายเดือนก่อน

      જય ગુરુદેવ 🙏🙏🙏🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 11 หลายเดือนก่อน

    Shree Krishna satsang Mandal na 🙏🙏 na Jay shree Krishna 🙏🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 ปีที่แล้ว

    Khub saras gayu🥰👏🙏🙏 Jay shree krishna

  • @bharatvadodariya1047
    @bharatvadodariya1047 ปีที่แล้ว +1

    Jay shree ram ram

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว +1

      રામરામ q🙏🙏🙏

    • @user-nz3hd9dv5y
      @user-nz3hd9dv5y ปีที่แล้ว +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 11 หลายเดือนก่อน

      ​@@user-nz3hd9dv5y🙏🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @user-qj9eh8wo3d
    @user-qj9eh8wo3d ปีที่แล้ว

    Wah 👏👏👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 11 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 9 หลายเดือนก่อน

      jay shree ram sitamaa.

  • @valaamvala4602
    @valaamvala4602 ปีที่แล้ว

    સાચા સતગુરુ ના વચન સંભારી ને જે ચાલે એનેતો ગુરુ ના ચરણ સ્પર્શ મળે જય ભોળાનાથ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 11 หลายเดือนก่อน

      જય ભોળાનાથ 🙏🙏🙏

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 ปีที่แล้ว +3

    કઈક ટાઈમ પછી તમારો ભજન આવ્યું

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      🙏🙏🙏અરે એવું નથી આવેજ છે?તમને કેમ નથી દેખાતું કે શું?

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      તમે કેમ હમણાં દેખાતા નહતા? જય સીયારામ 🙏🙏🙏🙏🙏🙏

  • @krupalrathod2148
    @krupalrathod2148 ปีที่แล้ว

    Lakhi ne muko amuk sabdo nahi samjatu saras bhajan se

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 ปีที่แล้ว

      Ha મુકીશુ 🙏🙏🙏🙏🙏