ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

SitaRam Jay SitaRam સીતારામ જય સીતારામ | Saint Sakubai - Gujarati Bhajan | Jayaben Na Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 🙏💐
    આજ નું ભજન - સીતારામ જય સીતારામ 🌸🙏💐
    શ્રી કૃષ્ણ ને ભક્તો વ્હાલા
    ભક્તોને જો સંકટ આવે
    દોડી વ્હારે આવે રે ... સીતારામ જય સીતારામ
    સકુબાઈ ને જાત્રા એ જાવું
    સાસુજી એ ઓરડામાં પૂર્યા
    માર ઘણા માર્યા રે ... સીતારામ જય સીતારામ
    હરી તો વળી જમવા બેઠા
    રૂકમણીજી તો પકવાન પીરસે
    સકુબાઈ પોકારે રે ... સીતારામ જય સીતારામ
    થાળી તો હડસેલી મેલી
    સકુબાઈ નું રૂપ લીધું
    ઉતર્યા છે ઓરડિયે રે ... સીતારામ જય સીતારામ
    સકુબાઈ તો જાત્રા કરે
    વ્હાલો ઘરના કામ કરે
    સાસુ ઓડર આપે રે ... સીતારામ જય સીતારામ
    ગાય વાછરું ને પડાન પાજો
    દળણા એટલા દળી નાખજો
    ઝટપટ કામ કરજો રે ... સીતારામ જય સીતારામ
    પરોઢીયે પાણીડાં ભરે
    ગંગા જમના છલી વળે
    ભક્તિ માં હરખાણા રે ... સીતારામ જય સીતારામ
    ગાય વાછરું ને પાણી પાય
    છાણ ને વાસિદા કરે
    વાછરું રાજી થાય રે ... સીતારામ જય સીતારામ
    વ્હાલો મારો વહેલો ઉઠે
    ઘમ્મર વલોણા કરે
    છાશ ની રેલમ છેલ રે ... સીતારામ જય સીતારામ
    સાંજ પડે ને ગાયો દોહવે
    દોનાં માં દૂધ સમાય નહિ
    દૂધ ની રેલમ છેલ રે ... સીતારામ જય સીતારામ
    રસોઈ તો વળી એવી રાંધે
    સ્વાદ તો અનેરો આવે
    ધમકે રસોઈ બને રે ... સીતારામ જય સીતારામ
    સાસુ સસરા જમવા બેઠા
    સસરા તો વળી વખાણ કરે
    સકુ ગયા સુધરી રે ... સીતારામ જય સીતારામ
    સાસુ કહે છે મે સુધર્યા
    માર તો એવા માર્યા
    માર વિના ન સુધરે રે ... સીતારામ જય સીતારામ
    સાસુ તો પલંગે પોઢે
    વ્હાલો એના પગ દબાવે
    લાજુ ઘણી આવે રે ... સીતારામ જય સીતારામ
    રૂક્ષ્મણી તો હાંસી કરે
    પાડોસણ બની ને આવે
    લાગો બહુ રૂપાળા રે ... સીતારામ જય સીતારામ
    રાત દિવસ વીતી જાય
    છ છ મહિના પૂરા થાય
    સકુ ઘેર આવ્યા રે ... સીતારામ જય સીતારામ
    તાંબા બેડા હાથમાં લીધા
    પ્રભુ તો વળી પાદર મળ્યા
    વાતો ઘણી કરી રે ... સીતારામ જય સીતારામ
    મારા ભક્તો જળ ચડાવે
    તારી સાસુ પાણી ભરાવે
    વાશિદા કરાવ્યા રે ... સીતારામ જય સીતારામ
    મારા ભક્તો ફૂલ ચડાવે
    તારી સાસુ ગાળો દે છે
    પગ એના દબાવ્યા રે ... સીતારામ જય સીતારામ
    શ્રી કૃષ્ણ ને ભક્તો વ્હાલા
    ભક્તો ને જો સંકટ આવે
    દોડી વ્હારે આવે રે ... સીતારામ જય સીતારામ
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #Sakubai #Sakhubai #Krishna #Krishnabhakt #KrishnaBhajan #LatestKrishnaBhajan #Jayaben #jayabennabhajan #jayabenrajawadha

ความคิดเห็น • 5

  • @sagarkholiya7985
    @sagarkholiya7985 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 หลายเดือนก่อน +1

    Khub saras navu bhajan sambhalava malyu.maja aavi.jay shree krishna

  • @hemathakkar5987
    @hemathakkar5987 2 หลายเดือนก่อน +1

    Mast bhajan Jay Shree krishna 🙏 radhe radhe 🙏

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐જય સીતારામ 💐🙏નમન 🙏

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน +1

    જયઅંબે💐પુજય જયાબેન સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ એકદમ જકાસ ભજન પહેલી જ વખત સાંભળ્યું મજા આવી તમારા જ ભજન એકદમ યુનીક હોય god bless u all💐