નરસિંહ મહેતાના ઘરે પ્રભુજી પધાર્યા (નીચે લખેલુ છે) - પિતૃ શ્રાદ્ધનું કીર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • #satsang_world #newsong #સત્સંગ #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #pitrupaksh #gujaratikirtan #narsinhmehta
    ===== નરસિંહ મહેતાના ઘરે પ્રભુજી પધાર્યા =====
    નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે
    પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે
    નાગરની નાત ભેગી થઈને વાતું કરે રે
    નરસિંહ મહેતાને આપડે નાત બારો મેલિયે રે
    ચોરે ને ચોખટે એક જ વાત થાય રે
    ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ શેના કરશે રે
    માણેક મેહતી તો વાત એવી કરે રે
    ઘરમાં નથી ઘી મારે શ્રાદ્ધ શેના કરવા રે
    સવાર થયુંને મેહતા ઘી લેવા હાલ્યા રે
    આખા ગામમાં ફરી વળ્યાં કોઈએ ઘી નો દીધું રે
    એક વૈષ્ણવ વેપારીએ બોલાવ્યા રે
    આવો મેહતાજી મારી દુકાન પાવન કરો રે
    વેપારીએ ભાવથીને ભજન ગવડાવ્યા રે
    શ્રાદ્ધ કરવાનું મેહતા ભાન ભૂલી ગયા રે
    બપોર વેળા થાતી આવે મેહતી રાહ જોવે રે
    ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે
    નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે
    રાણી રે રૂક્ષ્મણીને સાથે તેડી લાવે રે
    નાગરની નાતને વાલે નોતરાં દીધા રે
    પિતાજીનું શ્રાદ્ધ મારે વાલજીએ કર્યું રે
    નાગરની નાતને વાલે હોંશેથી જમાડી રે
    સોના રૂપાના વાલે દાન સૌને કર્યા રે
    બપોર વેળા વીતી ગયને મેહતા ઘેરે આવ્યા રે
    ત્યાંતો મારા વાલજીએ કામ પૂરું કયું રે
    નરસૈંયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે
    ભાવેથી ગાશે એનો વૈકુંઠ વાસ થાશે રે
    Album: નરસિંહ મહેતાના ઘરે પ્રભુજી પધાર્યા
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

ความคิดเห็น • 15

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 11 หลายเดือนก่อน +3

    Jay shree krishna 🙏 khub saras

  • @bkthumar5484
    @bkthumar5484 11 หลายเดือนก่อน

    ગુડ👌👌👌👌👌💐💐💐💐

  • @user-zy3ec1yc9d
    @user-zy3ec1yc9d 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખૂબ જ સુંદર 5:49

  • @user-zy3ec1yc9d
    @user-zy3ec1yc9d 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખૂબ જ સુંદર

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 13 วันที่ผ่านมา

    ❤Vary nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  10 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 11 หลายเดือนก่อน

    Bhavna thumbar🎉🎉

  • @ramabenmangukiya2976
    @ramabenmangukiya2976 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ રમા બેન🙏
      જય શ્રી રામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @shantabensuthar5899
    @shantabensuthar5899 11 หลายเดือนก่อน +1

    તમારા અમને બહુ ગમે છે ભજન લખીને મુકતા રહો વધુ રહશે

  • @rjvegad1769
    @rjvegad1769 11 หลายเดือนก่อน +2

    રસીલાબેનભજનસરસછેલખીનેમોકલોઆભાર

  • @hiraodedara813
    @hiraodedara813 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 3 หลายเดือนก่อน

    अपना सब भजन अच्छे होते हैं थैंक यू

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-zy3ec1yc9d
    @user-zy3ec1yc9d 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખૂબ જ સુંદર