નરસિંહ મહેતા ના પિતાનું શ્રાદ્ધ આવ્યું....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા. .ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • મહેતા લીધી તપેલી હાથે રે ધરણીધરનું ધ્યાન ધરો,
    નરસિંહ મહેતા ના પિતાનું શ્રાદ્ધ આવ્યું ધરણીધર નું ધ્યાન ધરો,
    મહેતા ઘી લેવા ને જાય રે ધરણીધર નું ધ્યાન ધરો,
    મહેતા પહેલી તપેલી દુકાને જાય રે ધરણીધર નું ધ્યાન ધરો,
    મેહેતા ઘીમાં ઉંદરડી પડી રે ધરણી....
    મહેતા બીજી દુકાને જાય રે ધરણી,
    મહેતા ઘી ના ડબ્બા ખાલી રે ધરણી,
    એક વૈષ્ણવજનનું હાર્ટ રે ધરણી...
    મહેતા એકવાર ભજન ગાવ રે ધરણી,
    પછી ઘી ની તપેલી ભરી જાવ રે ધરણી,
    નરસિંહ મહેતાએ પગે ઘૂઘરા બાંધ્યા રે ધરણી,
    મહેતાએ કડતાલુ લીધી હાથ રે ધરણી,
    ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો મોરલી મનોહર નંદલાલા,
    મહેતા દેહનું ભાન ભૂલી જાય રે ગોવિંદ ગોવિંદ ગોપાલા,
    આયા મેહૈતી જુવે એની વાટ રે ગોવિંદ,
    મારે વાલે વિચારી વાટ રે ગોવિંદ,
    વાલે લીધી તપેલી હાથ રે ગોવિંદ,
    વાલો ઘી ની તપેલી ભરી લાવ્યા રે ગોવિંદ,
    મહૈતી ઘી ના તે લાડવા બનાવો રે ગોવિંદ,
    અમે કુળ ગોર તેડવા જવી રે ગોવિંદ,
    કુળ ગોરે વાલા ને ના પાડી રે ગોવિંદ,
    અમે નાના ને ઘેર નથી જતા રે ગોવિંદ,
    અમે મોટાને ઘેર જાશું રે ગોવિંદ,
    વાલો બીજાને ગોર તેરી લાવો રે ગોવિંદ,
    મેહૈતી સોનાના પાટલા ઢળાવો રે ગોવિંદ,
    મહેતા મારો રે સાડલો ફાટલો રે ગોવિંદ,
    મેતા આવી બડાયું સીધો નાખો રે ગોવિંદ,
    પૂરું થાય પછી ખબર પાડું રે ગોવિંદ,
    વાલો હસીને મેહૈતી સામો જુવે રે ગોવિંદ,
    પૂરું થાય પછી ઉભો રહે એ બીજો રે ગોવિંદ,
    મેહૈતી એકવાર ઘરમાં જાવ રે ગોવિંદ,
    ત્યાં તો રિદ્ધિ સિદ્ધિ નવ નિધિ આવ્યા રે ગોવિંદ,
    મહેટી એ સોનાના પાટલા ઢળાવ્યા રે ગોવિંદ,
    અહીંયા શ્રાદ્ધની વિધિ શરૂ થાય રે ગોવિંદ,
    પડખે સુંદર રસોઈયું બને રે ગોવિંદ,
    108 ગોર ત્યાં જમ્યા રે ગોવિંદ,
    એને સોનાના દાન અપાવ્યા રે ગોવિંદ,
    અહીંયા શ્રાદ્ધની વિધિ પૂરી થાય રે ગોવિંદ,
    મહેદી દામાકુંડે અમે જાવી રે ગોવિંદ,
    અમે સ્નાન કરીને પાછા આવ્યા રે ગોવિંદ,
    અહીંયા ભજન પૂરા થાય રે ગોવિંદ,
    ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ ના ભજન મોરલી મનોહર નંદલાલા,
    મહેતી ઘીની તપેલી ભરી લાવ્યા રે ગોવિંદ,
    મહેતા ઘી પાછું ક્યાંથી લાવ્યા રે ગોવિંદ,
    અહીંયા 108 ગોર જમ્યા રે ગોવિંદ,
    નરસિંહ મહેતા આંખે આંસુ આવ્યા રે ગોવિંદ
    મહેદી હું નહોતો ને મારો વાલો રે ગોવિંદ,
    મહેતી દામો કુંડે અમે જાવી રે ગોવિંદ
    વહાલા એકવાર દર્શન આપો રે ગોવિંદ
    નહીં આપો તો કાઢું મારા પ્રાણ રે ગોવિંદ,
    વાલા મહેતા અને દર્શન દિધા રે ગોવિંદ,
    વાલો હાથ ઝાલીને ઘેર લાવ્યા રે ગોવિંદ,
    મેહૈતી હવે તે લાડવા બનાવો રે ગોવિંદ,
    જમે મહેતા મહેદી ને ભગવાન રે ગોવિંદ,
    મહેતા હવે દ્વારકામાં જાવી રે ગોવિંદ,
    અશોક પટરાણી જુવે મારી વાટ રે ગોવિંદ,
    મહેતા નરસિંહ સ્વામી શામળિયા રે ગોવિંદ,
    મીરાબાઈ ના ગિરધર ગોપાલ રે ગોવિંદ

ความคิดเห็น • 1

  • @bhanubendave6997
    @bhanubendave6997 11 หลายเดือนก่อน +1

    👍👍સરસ ભજન