માનવ જીવડાં સમજી લેજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન __________________
    માનવ જીવડાં સમજી લેજો
    આ કાયા નથી રહેવાની માનવ જીવડાં સમજી લેજો
    ભાતુ તારૂ બાંધી લેજે
    જરૂર પડશે ખાવાની માનવ જીવડાં સમજી લેજો
    સંસાર માં રહી સાધુ બનજે
    દુઃખિયા ની સેવા કરવાની માનવ જીવડાં સમજી લેજો
    રડતાં ના તુ આંસુ લુછજે
    ફરજ પડશે હસવાની માનવ જીવડાં સમજી લેજો
    માત પિતા ની સેવા કરજે
    તક છે આશિષ લેવાની માનવ જીવડાં સમજી લેજો
    ગુરૂ ચરણ માં વંદન કરજે
    કંઠી ગુરૂ ની પહેરવાની માનવ જીવડાં સમજી લેજો
    પચાસ વર્ષે ત્યાગી બનજે
    નહીંતર ફજેતી થાવાની માનવ જીવડાં સમજી લેજો
    પચાસ પચીસ નુ તુ પુન્ય કરજે
    સુવાસ તારી રહેવાની માનવ જીવડાં સમજી લેજો
    સમય લઇ ને ભજન કરજે
    જરૂર છે રામ નામ લેવાની માનવ જીવડાં સમજી લેજો
    ચિઠ્ઠી ફાટશે ઉપર જવાની
    ઇ વેળા તારી જાવાની માનવ જીવડાં સમજી લેજો
    સઘળું કુટુંબ ભેળુ મળીને
    ચમશી પાણી પાવાની માનવ જીવડાં સમજી લેજો
    પાંચ પચીસ જણ ભેળાં મળીને
    કરશે ઉતાવળ કાઢવાની માનવ જીવડાં સમજી લેજો
    લોટ પાણી નો લાડવો મુકશે
    જરૂર નથી તારે ખાવાની માનવ જીવડાં સમજી લેજો
    ઘી તલ હોમી અગની મુકશે
    હળ હળ અગ્નિ બળવાની માનવ જીવડાં સમજી લેજો
    લાકડા ભેળો તને બાળી દેશે
    રાખ તારી ઉડી જાવાની માનવ જીવડાં સમજી લેજો
    હાડકાં લઇ ને હાલતો થાશે
    હશે ઉતાવળ નાવાની માનવ જીવડાં સમજી લેજો
    બારમે દિવસે કારજ કરશે
    ઉતાવળ લાડવા ખાવાની માનવ જીવડાં સમજી લેજો
    સોળમા દીવસે વર્ષી વાળશે
    ઉતાવળ સોગ મુકવાની માનવ જીવડાં સમજી લેજો
    ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવશે
    કાગ ને વાશ નાખવાની માનવ જીવડાં સમજી લેજો
    પ્રાણ સુધી આ દુનિયા સ્વાર્થી
    ઘડીકમાં ભુલી જવાની માનવ જીવડાં સમજી લેજો
    માટે માનવ જીવડાં તારે
    જરૂર છે રામ નામ લેવાની માનવ જીવડાં સમજી લેજો
    માનવ જીવડાં સમજી લેજો
    આ કાયા નથી રહેવાની માનવ જીવડાં સમજી લેજો

ความคิดเห็น • 33