જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે - દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે) શ્રાવણમાસ - 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • સાખી -
    હે જી રે વૃંદાવનના ધામમાં રમે કનૈયો જોને રાસ
    કૈલાશમાં બિરાજે શિવજી એને રાસ જોવાની આશ...
    કિર્તન -
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે
    સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    શરદ પૂનમની રાત છે રૂપાળી
    કનૈયાની સાથે રાધા રમે રંગતાળી
    ચારે બાજુ આનંદ આનંદ ઉભરાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    શિવજીએ જટા નો વાળ્યો રૂડો ચોટલો
    શિવજીની જટામાં વેણી સોહાય છે
    પગે બાંધ્યા ઘૂઘરાને રૂમઝૂમ થાય છે
    જુઓ જુઓ..
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    શિવજીના નાકમાં નથણી સોહાય છે
    હાથે પહેરી ચુડલી ખન ખન થાય છે
    સાડીના ઘૂંઘટ તાણી રાસમાં જોડાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    કૃષ્ણ કહે છે એક નવી ગોપી આવી
    મને એવું લાગે માતા પાર્વતી આવ્યા
    રાસ રમવાનું મને એવું મન થાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    કનૈયા ની સાથે શિવ નાચે ને કૂદે
    દેહ કેરૂ ભાન ભૂલી ઝુમે રે ઝૂમે
    આખી સાડી આમ કરતાં નીકળી રે જાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    શરમાયા ને શિવ ભાગવા રે લાગ્યા
    કૃષ્ણ કહે છે કેમ ઉભા રહીને ભાગ્યા
    હરી ને હર નું મિલન થઈ જાય છે
    જુઓ જુઓ...
    જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

ความคิดเห็น • 94