ભોળા રે નાથ ને ભીલડી નચાવે || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ________________
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભીલડી એ ભોળાને એવા ભરમાવ્યા
    છોડી દીધા જપ અને તપ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ......
    ભીલડી એ ભોળાને ભાન રે ભુલાવી
    સમાધિ મેલીને ભોળો જાય ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ......
    કૈલાશ નો વાસી ને રહેવા આવ્યો કાશી
    શુદ્ધ બુદ્ધ ભૂલ્યા ભોળાનાથ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ....આ
    ભીલડી એ ભોળા ને પગે બાંધ્યા ઘૂઘરા
    વનરા તે વનમાં ભોળાનાથને નથી આવ્યા
    નટરાજ બન્યા છે ભોળાનાથ ડોલી ઉઠ્યા કૈલાશ ના ડુંગરા
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ......
    ડાક ને ડમરું ભોળો એવા વગાડે
    ત્રણે લોકોને સુતા જગાડે
    ભાંગ પીને ભૂલી ગયા ભાન ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભોળા રે નાથ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ.....
    સતી પાર્વતીએ રૂપ બતાવ્યુ
    શરમાણા દેવોના મહાદેવ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા
    ભોળા રે મહાદેવ ને ભીલડી નચાવે
    નાચે દેવોનો મહાદેવ ડોલી ઉઠ્યા કૈલાશના ડુંગરા

ความคิดเห็น • 25