સતી પાર્વતી શંકરને વિનવે પિતાજીના ઘરે જગન છે - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે)શ્રાવણ માસ 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • સતી પાર્વતી શંકરને વિનવે આજ્ઞા આપો તો પિયર જાઈ
    પિતાજીના ઘેરે જગન છે...
    નથી આવ્યા કાગળ નથી કંકોત્રી
    વગર તેડાવ્યા કેમ જાઓ રે પિતાજીના ઘેરે જગન છે...
    હઠ કરીને સતી હાલ્યા પીયરીએ
    ખોયા મહાદેવ સતી નાર રે પિતાજીના ઘેરે જગન છે...
    નંદી અસવાર કરી હાલ્યા પારવતી
    આવ્યા છે દક્ષજીના દ્વાર રે પિતાજીના ઘેરે જગન છે...
    આવીને જોયું સતી યજ્ઞ આરંભ છે
    આવ્યા છે સર્વ દેવરે પિતાજીના ઘેરે જગન છે...
    સર્વ દેવો આવ્યા સતી મનમાં ક્રોધાણા
    ના રે બોલાવ્યા મહાદેવને પિતાજીના ઘેરે જગન છે...
    બોલ્યા સતી તમે સાંભળો દક્ષ રાજા
    આતો મહાદેવના અપમાન રે પિતાજીના ઘેરે જગન છે...
    સર્વે દેવોને તમે આમંત્રણ આપ્યા
    ના રે તેડાવ્યા મહાદેવને પિતાજીના ઘેરે જગન છે...
    અહંકાર કરીને રાજા દક્ષ રે બોલ્યા
    એ તો જોગીડો જટાધારી પિતાજીના ઘેરે જગન છે...
    અપમાન કર્યું મહાદેવનું રાજાએ
    ના રે બોલવાના બોલ બોલ્યા પિતાજીના ઘેરે જગન છે...
    અરે સાંભળીને સતી એવા ક્રોધાણા
    કર્યો ત્યાં દેહનો ત્યાગ રે પિતાજીના ઘેરે જગન છે...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

ความคิดเห็น • 113