ભવનાથમાં શિવરાત્રીએ મહેશગીરી-હરિગીરી વચ્ચે ખરાખરીનો ખેલ | Junagadh | Mahesh Giri | Girish Kotecha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • મહેશગીરી બાપુએ જણાવ્યું કે જૂના આંકડા બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા હોવાના વીડિયો તેમની પાસે છે. તેમણે આક્ષેપ કર્યો કે હરિગીરી અને તેમની ગેંગ ભવનાથને બરબાદ કરી રહી છે. સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર ભ્રષ્ટાચારીઓ આ પવિત્ર સ્થળને નષ્ટ કરી નાખશે. તેમણે હરિગીરી પર હુમલો કરાવવાની અને શિવરાત્રી મેળો બગાડવાની શક્યતા વ્યક્ત કરી, જો આવું થશે તો તેનો જવાબ આપવામાં આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.
    તેમણે પત્રકાર પરિષદમાં તેમણે ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહારો કર્યા અને તેમને ‘ગાંડો માણસ’ ગણાવ્યા. મહેશગીરી બાપુએ જણાવ્યું કે યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ દુષ્ટોને ઉઘાડા પાડવામાં આવશે. તેમણે આ લડાઈને ચેસ જેવું યુદ્ધ ગણાવી, પોતે હજી માત્ર એક ટકો જ બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું.
    મહેશગીરીએ કહ્યું કે, હું ગરીબ સાધુઓની જમીન હડપ કરવા સામે અવાજ ઉઠાવી રહ્યો છું. મારી સાથે હાજર ઘણા સાધુઓએ મને કહ્યું કે અમારે તમારી સાથે જોડાવવું હોય તો તેમણે રાજીનામું આપવું પડશે, મેં તેમને કહ્યું કે આ એક જમીન હડપ કરનાર ટોળકી છે, જેણે ધર્મને ભ્રષ્ટ કર્યો છે, આવા મૂર્ખો માટે રાજીનામું ન આપવું જોઈએ, તેઓની છાતી પર બેસીને કહેવું જોઈએ કે તેમના આ પાપો છે.
    તેમણે દાવો કર્યો હતો કે હરિગીરી બાપુની ટોળકી અખાડા પર વર્ચસ્વ જમાવી રહી છે, પણ હું તેમના સામ્રાજ્યની એક એક ઇંટ હલાવી દઇશ. હરિગીરી ગેંગનો ભોગ બનેલા સાધુઓએ આગળ આવીને પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. આ ઢોંગીઓનો પર્દાફાશ થવો જોઈએ. ધર્મને બદનામ કરનારા સાધુઓના કારણે રાજીનામું ન આપવું જોઈએ, તેમના પાપ ખુલ્લેઆમ બહાર આવવા જોઈએ. નકલી સંતો હોવાનો ઢોંગ કરનારાઓને કારણે સાચા સંતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
    મહેશગીરી બાપુએ કહ્યું કે મેં જે પણ કહ્યું છે તે ભગવાન ભાગવતની હાજરીમાં શપથ લીધા બાદ કહ્યું છે. આજે સાચા સંતો નકલી અને દંભી ઢોંગીઓને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહંત તનસુખગીરીના અવસાન બાદ ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી હરિગીરીને સોંપવામાં આવી ત્યારથી મહેશગીરીના વિરોધે વાવાઝોડાનું સ્વરૂપ પકડ્યું છે. તેણે રીતસરની પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે ગીરનારના ભવનાથ મંદિર પર મહંત હરિગીરીએ ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. તે સાથે તેમણે ત્રણ માંગ કરી હતી કે ભવનાથ મંદિરનો વિવાદાસ્પદ આદેશ રદ કરાય, વર્તમાન કલેક્ટરની બદલી કરાય અને અંબાજી મંદિરનો વહીવટ તાત્કાલિક તંત્રને સોંપાય. જો કે તેમની એકેય માંગ ધ્યાન પર લેવાઈ નથી.
    મહેશગીરીનો આક્ષેપ હતો કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે ગેરકાયદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ માટે લાંચના સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. મહંત મહેશગીરીએ હરિગીરી પર તત્કાલિન કલેક્ટર અને અન્ય સાધુઓ સહિત અનેક લોકોને કરોડો રૂપિયા ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. આમ ભવનાથનું રાજકારણ ભવ તારવાના બદલે ભવ ડૂબાડે તેવું થવા લાગ્યું છે.
    કલેક્ટર પર નિશાન સાધતા મહેશગીરીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છતાં કલેક્ટર રચિત રાજે ચાર મહિના પહેલા હરિગીરીને મહંત તરીકે પુન: નિયુક્ત કર્યા હતા. આ પ્રક્રિયામાં મની લોન્ડરિંગ થવાની પણ શક્યતા છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તો સત્ય બહાર આવશે.”” મહેશગીરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ”જો કોઈ બળ ગિરનારના સાધુ-સંતો પર જુલમ કરશે તો હું ઉભો રહીશ. હું ગિરનારમાં ધર્મ અને પરંપરાને તૂટવા નહીં દઉં.
    #junagadh #maheshgiri #girishkotecha #mantavyanews #news #gujaratinews #junagadhnews

ความคิดเห็น • 5

  • @harishkotecha6996
    @harishkotecha6996 3 วันที่ผ่านมา

    Good Kotecha

  • @krishnarajput851
    @krishnarajput851 15 ชั่วโมงที่ผ่านมา

    dharm ane sadhu santo ni babat ma koy club chalavnaro ane janta nu haram nu hajam karnara vache na aave evu janta kahi rahi che.

  • @harishkotecha6996
    @harishkotecha6996 3 วันที่ผ่านมา

    I’m Kotecha from uk good Kotecha