Narsingh Pragatya નરસિંહ પ્રાગટ્ય | Vishnu Avtar | Gujarati Bhajan by Jayaben Rajawadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ નરસિંહ ભગવાન નું જય💐🙏
    આજ નું ભજન - નરસિંહ પ્રાગટ્ય💐🌸
    રાગ- ઘમ્મર ઘમ્મર
    નરસિંહ રૂપે સ્તંભ માં થી પ્રાગટ્ય થાય,
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય.
    પ્રહલાદ જી ને મારવા સ્તંભ તપાવાય છે
    બોલ તારો ભગવાન ક્યાં દેખાય છે
    જ્યાં જ્યાં જોઉં ત્યાં દર્શન થાય
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય..
    બાથ ભીડવા એને હુકમ કરાય છે
    ધગધગતો સ્તંભ જોઈ પ્રહલાદ ડરી જાય છે
    પ્રહલાદ જી નો ભાવ પ્રભુ જાણી જાય
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય
    લાલ લાલ કીડીઓ ની હાર ચલાવાય છે
    કીડી ને જોતાં પ્રહલાદ સમજી જાય છે
    બાથ ભીડવા ને એ‌ તો તૈયાર થાય....
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય..
    લોઢા નાં સ્તંભ ને બાથ ભીડવા જાય છે
    ગડગડ અવાજ થાતાં સ્તંભ ફાટી જાય છે
    નરસિંહ રૂપે પ્રભુજી પ્રગટ થાય
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય
    છલાંગ મારી હીરણ્યાકંસ ને પકડાય છે
    રાત છે કે દિવસ છે એવું પુછાય છે
    ઘર છે કે બહાર છે એવું પુછાય
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય
    અસ્ત્ર છે કે શસ્ત્ર છે નખ બતાવાય છે
    નરસિંહ ભગવાન ક્રોધે ભરાય છે
    સાથળ ઉપર રાખી તેની છાતી ચીરાય
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય
    આવી રીતે પ્રહલાદજીનું રક્ષણ કરાય છે
    પ્રહલાદ થી પ્રભુજી શાંત કરાય છે
    ભકતો સૌ નરસિંહ ને વંદન કરે
    ભક્ત પ્રહલાદ નાં પ્રાણ બચી જાય....
    #narsinghbhagwan #narsinghswarup #narsinghavtar #vishnuavtar #bhaktprahlad #Prahlad #jayabennabhajan #jayaben #jayabenrajawadha #gujaratibhajan #bhajan
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
  • เพลง

ความคิดเห็น • 7

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જયા બેન ખુબ ખુબ સરસ ભજન ગાયુ આનંદ આવી ગયો છે 🙏👍👌🌹💙🌹👌👍🙏🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 2 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર કિર્તન રજૂ કર્યૂ...નૃસિંહ ભગવાન ની જય 🙏જય શ્રીકૃષ્ણ

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 2 หลายเดือนก่อน +2

    જયઅંબે💐જયશ્રી કૃષ્ણ 💐પુજય જયાબેન મસ્ત ભજન ગાયું 💐સાચી ભકતી ભગવાન પર પુરો વી શ્વાસ 💐મસ્ત મસ્ત મસ્ત ભજન ગાયું 💐મજા આવી god bless u all💐

  • @bakulakhatri589
    @bakulakhatri589 2 หลายเดือนก่อน +1

    નરહરિ લાલ કી જય❤❤🙏🙏🙏🌹🌹🌹

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 หลายเดือนก่อน +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન 🙏

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 2 หลายเดือนก่อน +2

    Jay shree krishna radhe radhe

  • @ranjanpatel507
    @ranjanpatel507 2 หลายเดือนก่อน +1

    જય સાંઈ રામ 🙏🏽 જયાબેન અતી સુંદર ભજન રાગ પણ સરસ સાંભળ વા ની મંઝા આવે