ભારતમાં ઓટો ડીલર્સ માટે મુસીબતઃ 80 હજાર કરોડ રૂપિયાની લાખો કાર ક્યારે વેચાશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
  • ભારતમાં એક સમયે લોકો ધડાધડ નવી કાર ખરીદતા હતા, જેના કારણે કંપનીઓએ મોટા પાયે પ્રોડક્શન કેપેસિટી વધારી દીધી હતી. પરંતુ હવે અચાનક પવન બદલાઈ ગયો છે. દેશમાં લગભગ પોણા આઠ લાખ કાર વેચાયા વગરની પડી છે અને તેના કારણે ડીલર્સ પાસે 80 હજાર કરોડ રૂપિયાની કારનો ભરાવો થઈ ગયો છે. આ માલ વેચવો બહુ જરૂરી છે અને તેના કારણે દિવાળી અગાઉ લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશને ચિંતાજનક સિગ્નલ આપ્યા છે. ફેડરેશનનું કહેવું છે કે કારના વેચાણમાં વાર્ષિક ધોરણે સાડા ચાર ટકાથી વધારે ઘટાડો થયો છે.

ความคิดเห็น •