કાન ગોકુળ મુકી મથુરા જાય છે ||shiv shakti Seju ahir kirtan ||કીર્તન લખેલ છે.
ฝัง
- เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
- હે બાયુ વ્રજમાં વાતુ એવી થાય છે રે
કાન ગોકુળ મુકી મથુરા જાય છે ...હે બાયું
રથ જોડીને અક્રુડ આવ્યા રે
એ તો સાચો સંદેશો લાવ્યા રે... હે બાયું
નંદબાબાના દલડા દુભાય છે રે
એનો ગોકુળ નો ગોવાળિયો જાય છે રે... હે બાયું
માતા જશોદા નો લાલો જાય છે રે
એને આંખે આંસુડાની ધાર છે રે... હે બાયું
રાણી રાધા ના સ્વામી જાય છે રે
એની બાળપણ ની પ્રીતડી ભુલાય છે રે... હે બાયું
કોઈ દાડો હરીને નથી દુભવ્યા રે
તોએ આવડા ઉદાસ કેમ થાય છે રે... હે બાયું
ચાલો સૈયર આપણે અરજ કરીએ રે
હાથ જોડી હરિના હૈયા હારીએ રે... હે બાયું
એમ કહીને ગોપી સહુ ટોળે વડીયા રે
દાસ ગોપાલ નો નાથ ને ઘેરી વળી રે ... હે બાયું
Shiv shakti Seju ahir kirtan
Radhe Radhe
Radhe Krishna
Satsang
#shivshaktisejuahirkirtan
#kirtan
Hare Krishna ❤
ખુબ સરસ કીર્તન ગાયેલું છે
Sars gau