ઘડી ઘડી ઉભરો આવે અંતર માં - વસંતબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ઘડી ઘડી ઉભરો આવે અંતરમાં આવે આવે ને વયો જાય
    નહોતી ખબર મને આરે સંસારમાં માયા ખવરાવશે માર
    નથી કરી ભક્તિ નરસિંહ મહેતા જેવી ક્યાંથી મળે ભગવાન
    ઘરને બાર તો છોડ્યા હતા એણે ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ મીરાબાઈ જેવી ક્યાંથી મળે ભગવાન
    ઝેરના પ્યાલા પીધાતા એણે ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ શકુબાઈ જેવી ક્યાંથી મળે ભગવાન
    સાસુ સસરા ના માર ખાધા તા ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ પ્રહલાદજી જેવી ક્યાંથી મળે ભગવાન
    ધગધગતા થાંભલે બાથ ભીડી તી ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ શબરીબાઈ જેવી ક્યાંથી મળે ભગવાન
    વાટયુ જોઈ જોઈને આવ્યું તું ગઢ પણ ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ શીબીરાજા જેવી ક્યાંથી મળે ભગવાન
    અંગડા વેરાવી તાજવે તોળ્યા તા ત્યારે મળ્યા ભગવાન
    નથી કરી ભક્તિ જનાબાઈ જેવી ક્યાંથી મળે ભગવાન
    છાણામાં તો વિઠ્ઠલ બોલ્યા ત્યારે મળ્યા ભગવાન
    મનુષ્ય અવતારમાં ભક્તિ રે થાય છે ભક્તો આધીન ભગવાન
    ઘડી ઘડી ઉભરો આવે અંતરમાં આવે આવે ને વયો જાય...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

ความคิดเห็น • 101