ઈ-શ્રમ કાર્ડ એ શું છે ? ક્યાં લાભો મળે ? કાર્ડ કઈ રીતે કઢાવવું ? સમગ્ર માહિતી નિહાળો આ વિડીયોમાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • આપણા સૌના યુવા અને લોકલાડીલા જેતપુર જામકંડોરણા વિધાનસભા ના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા ના દરરોજના કાર્યક્રમો,લોકાર્પણ તેમજ ખાત મૃહતો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે એ માટે આ ચેનલ ને સસ્ક્રાઇબ તેમજ શેર કરવા વિનંતી*
    👇👇👇👇👇
    / @theknowledgeguidee
    ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે UWIN Card, e Nirman Card વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા E Shram Card દ્વારા તમામ માહિતી આપવામાં આવશે.
    Government of India ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવેલ છે. E Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. e shram card registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું UNA Card આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
    e-shram portal નો ઉદ્દેશ્ય
    ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. E Sharam Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.
    E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.
    ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.
    અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
    શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
    શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
    E Shram Portal ની વિશેષતાઓ
    ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
    e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
    CSC (Common Service Center ) દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
    શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
    આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
    આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
    ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્‍ય રહેશે.
    E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
    e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.
    ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી
    ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.
    E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
    આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
    ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
    અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
    શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
    દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
    ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
    E Shram Card ના લાભાર્થીઓની યાદી
    ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.
    ખેતશ્રમિક
    કડીયાકામ, ઈંટો ગોઠવી
    સુથાર, મિસ્ત્રી
    લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
    આંગણવાડી કાર્યકર
    વાયરમેન
    વેલ્ડર
    ઇલેક્ટ્રિશિયન
    પ્લમ્બર
    હમાલ
    મોચી
    દરજી
    માળી
    બીડી કામદારો
    ફેરીયા
    રસોઈયા
    અગરિયા
    ક્લીનર- ડ્રાઇવર
    ગૃહ ઉદ્યોગ
    લુહાર
    વાળંદ
    બ્યુટી પાર્લર વર્કર
    આશા વર્કર
    કુંભાર
    કર્મકાંડ કરનાર
    માછીમાર
    કલરકામ
    આગરીયા સફાઈ
    કુલીઓ
    માનદવેતન મેળવનાર
    રિક્ષા ચાલક
    પાથરણાવાળા
    રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
    ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
    રત્ન કલાકારો
    ઈંટો કામ કરનાર
    રસોઈ કરનાર
    જમીન વગરના
    શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.
    આધારકાર્ડ
    આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
    બચત ખાતાની ઝેરોક્ષ
    રેશન કાર્ડની નકલ
    ઉંમર અંગેનું પ્રમાણપત્ર
    રહેઠાણનો પુરાવો
    પાસપોર્ટ સાઈઝનો ફોટો

ความคิดเห็น • 156