Amrut Ghayalધા નાખીએ તો નાખીએ ક્યાં બેવફાઈની, ચોકી ચબૂતરે ય છે એના સિપાઈની !
ฝัง
- เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
- #Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
ધા નાખીએ તો નાખીએ ક્યાં બેવફાઈની,
ચોકી ચબૂતરે ય છે એના સિપાઈની !
સર સૂઝતી નથી તો કદી સૂઝતી નથી,
બહુ ઝીણી ગૂંચ હોય છે મીઠી સગાઈની.
ભટકે છે એય લઈ અને નિજ જન્મ કુંડલી,
ખુદ જ્યોતિષીને જાણ નથી જોગવાઈની.
મન થાય છે કે ઊંઘીએ પણ કેમ ઊંઘીએ!
તલવાર માથે લટકી રહી છે તવાઈની.
એનો નથી જ રંજ કે હું જીવથી ગયો,
ખુશ છું કે આબરૂ તો રહી ગઈ જુદાઈની
કલબલ કર્યા કરે જ છે કાબર અભાવની,
જાણે ફૂટી છે એમને વાચા નવાઈની.
‘ઘાયલ’ હતું કશેક જશું ગોઠવાઈ પણ,
અમને ન રાસ આવી હવા આ સરાઈની.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------