કોઈ તો બતાવો રે જશોદાના લાલ ને લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
ฝัง
- เผยแพร่เมื่อ 16 ม.ค. 2025
- પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
....... ગોપી નો કીર્તન.....
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને
હમણાં જોયો તો મેં તો જશોદાની ગોદમાં
ખોળા ખુંદતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો નંદજીના ફળીએ
લાડ લડાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો બળભદ્રની સાથમાં
ગેડી દડે રમતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો સુભદ્રાની સંગમાં
રાખડી બંધાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો કાલંદરીને કાંઠડે
કાળી નાગ નાથતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો જમનાને કાંઠડે
ગાયો ચરાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો વનરાવનની કુંજમાં
રાસ રમાડતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો ગોપીઓના ઘરમાં
મટકા ફોડતા રે રાધે રાધે શામળા
માખણ ખાતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો રાધાજીની સંગમાં
ઝૂલે ઝૂલતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો કૃષ્ણ મંડળમાં
દર્શન દેતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને
satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
રાધે રાધે like સાથે.
શ્રી કૃષ્ણ શરણં મમ...
❤❤ ..ખુબ ખુબ જ સુંદર...
ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🏻🙏🏻 જય યોગેશ્વર ખૂબ ખૂબ આભાર ધરમશી ભાઈ🙏🏻🙏🏻
વાહ કાજલબેન વાહ ખુબ સરસ કીર્તન ગાયું🙏🙏🙏👌👌👌🚩🚩 જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિલાસબેન ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ 🙏🏻 ખુબ જ સરસ ભજન ગાયું સાંભળી ને ખુબજ આનંદ થયો 🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🏻ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
વાહ દીદી વાહ ખુબ સરસ ગાયું રાધે રાધે શામળા ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏👍👍👍 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું રાધે રાધે શ્યામળા જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌,👍
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
વાહ વાહ ખૂબ ખૂબ સરસ ગાયું કીર્તન 👌👌👌 જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર કિરાણા🙏🏻🙏🏻🙏🏻
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેનો હમણા દીવાળી વેકેસમા ખુબ આનંદ કરીયો વતનમા
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખૂબ ખૂબ આભાર પ્રણામ🙏🏻🙏🏻 હા દાદા ખુબ મજા આવી વતનમાં
વાહ વાહ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ એકદમ કાજલ બેટા મસ્ત કીર્તન ગાયું રાગ પણ સરસ છે કીર્તન પણ સરસ છે વાહ વાહ કીર્તન સાંભળવાની મજા આવી ગઈ કૃષ્ણ મંડળની બહેનો ખુબ ખુબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ના આશીર્વાદ જય ગોપાલ વિમળા બા ખૂટ સુરત
જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર માસી કૃષ્ણ મંડળ ના જા જા કરીને જય ગોપાલ 🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી એકદમ નવુ ભજન ગાયુ ખુબ સરસ છે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍🙏
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર વિષ્ણુ મહિલા મંડળ ની બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻
જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
ખુબસરસજયઞુરૂદેવ
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ભાવનાબેન ખુબ ખુબ આભાર