શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા....|| gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • -------કીર્તન--------
    શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા
    ભક્તો ને વળી સંકટ આવે,
    વાલો દોડી આવે રે સીતારામ જય સીતારામ
    શકુબાઈ ને જાત્રાએ જાવું,
    સાસુએ ઓરડીએ પુરીયા
    માર ઘણા માર્યા રે સીતારામ જય સીતારામ
    હરિ તો વળી જમવા બેઠા
    રુક્ષ્મણી વળી પકવાન પીરસે
    શકુબાઈ પોકારે રે સીતારામ જય સીતારામ
    થાળી ને હળસેલી મેલી
    શકુબાઈ નું રૂપ લીધું
    ઉતરયા સે ઓરડે રે સીતારામ જય સીતારામ
    શકુબાઈ તો જાત્રા કરે
    વાલો ઘરના કામ કરે
    સાસુ ઓર્ડર આપે રે સીતારામ જય સીતારામ
    ગાય વાછરો ને પાણી પાજો
    દરણા એટલા દળી નાખજો
    ઝટપટ કામ કરજો રે સીતારામ જય સીતારામ
    પરોઢિયે વાલો પાણી ભરે
    ગંગા જમના છલી વલે
    ભક્તિમાં હરખાણા રે સીતારામ જય સીતારામ
    સવારે વાલો વહેલા ઊઠે
    ઘમ્મર વલોણા કરે
    છાણ અને વાસીદા કરે
    છાશ ની રેલમ છેલ રે સીતારામ જય સીતારામ
    સાંજ પડે ને ગાયો દોવે
    દોણામાં દૂધ સમાય નહીં
    દૂધની રેલમ છેલ રે સીતારામ જય સીતારામ
    રસોઈ તો વળી એવી રાંધે
    સ્વાદ તો અનેરો આવે
    ઘમ કે રસોઈ બને રે સીતારામ જય સીતારામ
    સાસુ સસરા જમવા બેઠા
    સસરા તો વળી વખાણ કરે
    ચકુ ગયા સુધરી રે સીતારામ જય સીતારામ
    સાસુ કહે છે મેં સુધારા
    માર તો મેં એવા માર્યા
    માર વિનાનો સુધરે રે સીતારામ જય સીતારામ
    સાસુ તો પલંગે પોઢા
    વાલો એના પગ દાબે
    લાજુ ઘણી આવે રે સીતારામ જય સીતારામ
    દિવસ રાત વીતી ગયા
    છ છ મહિના પૂરા થયા
    ચકુ ઘરે આવ્યા રે સીતારામ જય સીતારામ
    રુક્ષ્મણી તો હસી કરે
    પાડોસણ બનીને આવે
    લાગો છો રૂપાળા રે સીતારામ જય સીતારામ
    તાંબા બેડા હાથમાં લીધા
    ચકુ તો વળી પાદર મળ્યા
    વાતો ઘણી કરીરે સીતારામ જય સીતારામ
    મારા ભક્તો જળ ચડાવે
    તારી સાસુ પાણી ભરાવે
    વાસીદા કરાવ્યા રે સીતારામ જય સીતારામ
    મારા ભક્તો ફૂલ ચડાવે
    તારી સાસુ ગાળો દેશે
    પગ એના દાબા રે સીતારામ જય સીતારામ
    શ્રીકૃષ્ણને ભક્તો વાલા
    ભક્તો ને વળી સંકટ આવે
    વાલો દોડી આવે રે સીતારામ જય સીતારામ
    🙏🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏 રાધે રાધે 🙏🙏જય રામાપીર 🙏🙏 ગુરુકૃપા કીર્તન🙏🙏

ความคิดเห็น • 8

  • @MukeshTaviya-re7dn
    @MukeshTaviya-re7dn 3 หลายเดือนก่อน +2

    Sitaram Jay sitaram 🙏🙏Khub sarskirtan se👌👌

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 3 หลายเดือนก่อน +1

    Very nice❤❤❤❤

  • @ValajibhaiTaviya-bx4gt
    @ValajibhaiTaviya-bx4gt 3 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ કીતૅન છે

  • @kides.
    @kides. 3 หลายเดือนก่อน +3

    ખુબ સરસ કીર્તન છે

  • @kides.
    @kides. 3 หลายเดือนก่อน +1

    આવાજ કીર્તન ગાતા રહો

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +1

    જય રામાપીર બાપા

  • @JidiyaKalu-wc8yz
    @JidiyaKalu-wc8yz 3 หลายเดือนก่อน +3

    જય રામાપીર 🙏🙏ખૂબ ખૂબ આનંદ થયો તમારા કીર્તન સાંભળી ને ❤ખૂબ સરસ 👍👍

  • @user-pc4gw6yx6m
    @user-pc4gw6yx6m 3 หลายเดือนก่อน +1

    Kub sars kirtan se