નડિયાદ: વૈશાલી ગરનાળુ બંધ રહેતા MLA પંકજ દેસાઈએ ટ્રાફિકની સમસ્યાને નિવારવા લીધો મહત્વનો નિર્ણય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • નડિયાદના વૈશાલી ગરનાળાને ઊંડું અને પહોળુ કરવાની કામગીરી આરંભાઈ છે. ગતરોજથી આ ગરનાળા પર સંપૂર્ણ વાહનવ્યવહાર બંધ કરાયો છે. ત્યારે લોકોને ફરીફરીને જવું પડતું હોવાથી હવે સંતરામ રોડ પર માઈ મંદિર ગરનાળા તરફ જવાના રસ્તા પર ડિવાઈડર અને રેલીંગ દૂર કરી ટ્રાફિક પોઈન્ટ કાયમી ધોરણે ઊભો કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે, માઈ મંદિર ગરનાળાથી આવતા તમમા વાહનવ્યવહાર સરળાતાથી સંતરામ રોડ તરફ જઈ શકશે અને સ્ટેશન તરફથી આવતો વાહનવ્યવહાર સરળાતાથી માઈ મંદિર ગરનાળા તરફ જઈ શકશે તેવુ આયોજન કરવા આવ્યું છે.અગાઉ અહીંયા રસ્તો‌ હતો સ્ટેશન તરફથી આવતો વાહનો ત્યાં વળતા જેનાથી સંતરામ મંદિર તરફના રોડ પર ભારે ચક્કાજામની સ્થિત સર્જાતી હતી. જેના કારણે આ રસ્તાને‌ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કરી દેવાયો હતો. જોકે હાલ નજીકમાં આવેલ વૈશાલી ગરનાળાને ઊંડું અને પહોળુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે આ ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે અને વૈકલ્પિક રસ્તો નજીકમાં માઈ મંદિર ગરનાળું હોવાથી ત્યાં ડાયવર્ઝન અપાયું છે. આથી વાહનોનો ભારે ઘસારો માઈ મંદિર ગરનાળામા જોવા મળી રહ્યો છે. અને પશ્ચિમ તરફના વાહનચાલકોને આ માઈ મંદિર ગરનાળાથી સંતરામ જવા મોટો ફેરો ફરવો પડતો હતો અથવા વાહનચાલકોને લાંબો આટો ફરીને રોંગ સાઈડે આવવુ પડતુ હતું. આવી જ સ્થિતિ સ્ટેશનથી આવતા માઈ મંદિર તરફ ગરનાળે જવા માટે વાહનચાલકોને થતી હતી.આ સમસ્યાના નિવારણ માટે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તુરંત સ્થળ પર પહોંચી નિરક્ષણ કર્યુ હતું. અને તેમણે જણાવ્યું કે, સંતરામ રોડ પરના માઈ મંદિર તરફના ડિવાઈડર અને રેલીંગ દૂર કરી ટ્રાફિક પોઈન્ટ ઊભો કરાશે. આ ઉપરાંત આજે સાંજે અથવા તો મોડી રાત્રે માઈ મંદિર ગરનાળામાં અને આ રોડને જોડતા રસ્તા પર ખાડા તાત્કાલિક પુરી દેવાશે તેમજ લાઈટની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત અહીયાના સ્થાનિક વેપારીઓને પણ રોડ પર વાહન પાર્ક ન કરવા કડક સૂચના આપી દેવાઈ છે.વધુમાં તેમણે જણાવ્યું કે, વૈશાલી અન્ડરપાસ દોઢ વર્ષ સુધી બંધ રહેશે આ છઠ્ઠી વખતનો પ્રયાસ છે માટે નગરજનોને અપીલ કરી છે.

ความคิดเห็น •