નડિયાદ : શનિવારે સાંજે સામાન્ય બાબતે બે જૂથ આમને સામને આવ્યા બાદ સ્થિતિ બગડી હતી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • કઠલાલમાં અજંપાભરી શાંતિ
    ખેડા જિલ્લાના કઠલાલમાં શનિવારની મોડી રાત્રે વાતાવરણ ડહોળાયું હતું. બે જુથોના ટોળાઓ સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસી હતી. જોકે બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો દોડી આવી પરિસ્થિતિને કન્ટ્રોલમા લીધી હતી. આ મામલે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવના બીજા દિવસે પણ સવારથી જ કઠલાલ શહેરમાં અંજપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસે નક્કી કરેલા સેન્સેટીવ પોઈન્ટ પર વોચ ગોઠવી બંદોબસ્ત ખડક્યો છે. અમદાવાદ અને આણંદથી પણ એસઆરપીની ટીમ બંદોબસ્ત માટે કઠલાલ પહોંચી છે.
    કઠલાલ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથોના ટોળા સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. વાહન હંકારવા જેવી બાબતોએ અસામાજિક તત્વોએ મોડી રાત્રે કઠલાલ શહેરને બાનમાં લીધું હતું. એક મોટરસાયકલને પણ સળગાવ્યું હતું. ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતાં પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ કઠલાલ ખાતે દોડી આવ્યો હતો. સાથે સાથે LCB, SOG, નડિયાદ, કપડવંજ ડિવિઝનની પોલીસ પણ દોડી આવી હતી. જે બાદ પોલીસે ટોળાઓને વીખેરી સ્થિતિને કાબુમાં લીધી હતી.
    બનાવના બીજા દિવસે પણ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત કઠલાલ શહેરમાં ખડક્યો છે. કઠલાલ શહેરમાં આમ તો મંગળવારે બજાર બંધ રહેતું હોય છે પણ રવિવારે સવારે 9 વાગ્યા સુધી 50 ટકા જ બજાર ખુલેલુ જોવા મળ્યું છે‌. બજાર વિસ્તારમાં, કસાઈવાડા, ચોકી, બસ સ્ટેન્ડ વિગેરે જગ્યાઓએ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુસર કઠલાલ શહેરમાં પોલીસનુ રાઉન્ડ અપ પેટ્રોલીંગ છે અને સેન્સેટીવ પોઈન્ટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મહત્વનુ છે કે, તાજેતરમાં એક વિધર્મી શિક્ષકે શાળાની બાળા સાથે છેડછાડનો બનાવ ઉજાગર થયો હતો.
    આ બનાવ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, શનિવારની મોડી સાંજે કઠલાલના પીઠાઈ ટોલ તરફથી ફરિયાદી સતીષભાઈ ગોર પોતાના મોટરસાયકલ પર આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલી કારે મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે ગાળો દીધી હતી. જે બાદ ખોખરવાડા પાસે આ કાર ચાલકે મોટરસાયકલને અટકાવી વધુ ગાળાગાળી કરી હતી. જે બાદ બાઈક ચાલક ફરિયાદ આપવા માટે કઠલાલ પોલીસ સ્ટેશને આવ્યા હતા. ત્યારે બે જુથના ટોળાઓ ભેગા થયા હતા અને મામલો બિચક્યો હતો. જોકે પોલીસે આ ટોળાઓને વીખેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર કઠલાલ શહેરમાં અંજપાભરી શાંતી છે.

ความคิดเห็น • 1

  • @sammalikmalik575
    @sammalikmalik575 9 วันที่ผ่านมา +3

    Kathelal ma lakho bhai nadiyad ma nai