જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 67 TT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારીખ ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. બે વ્યક્તિ એક જ વ્યવસાય કે ધંધામાં હોય તો બંનેની પ્રગતિ એકસરખી હોતી નથી. તફાવતનું કારણ તેનું વ્યક્તિગત કૌશલ્ય હોય છે. વ્યક્તિગત જીવનમાં વ્યક્તિ તેના સ્વભાવ અને વિશેષ આવડતને કારણે ગુણવત્તા વાળી જિંદગી જીવતો હોય છે. નવા વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે. જીવન જીવવાની કળા એટલે કે આર્ટ ઓફ લિવિંગ સમજવાની અને કેળવવાની જરૂર છે. સફળતા એટલે શું? દરેક ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પણ સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. બાહ્યજગત સામે માત્ર પ્રતિક્રિયામાં જ જિંદગી વેડફી નાખવાને બદલે નિપુણ બની કુશળ જીવન જીવવાની જરૂર છે. ખરેખર તન અને મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ જ ખરું કૌશલ્ય છે. જીવનમાં વિવેક ભાન સાથે સમતોલપણું પરિસ્થિતિનો સ્વીકાર, માફ કરવું, મહત્વ આપવું તથા વર્તમાનમાં જીવવું તે જીવન કૌશલ્યના પાંચ મજબૂત પાયા છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ TH-cam : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

ความคิดเห็น • 1

  • @babubhaipatel1223
    @babubhaipatel1223 2 หลายเดือนก่อน

    મને શ્રીસૌરાષરટ પટેલ સેવા સમાજ , સુરત
    મા સભ્ય થવા શું કાર્ય કરવાનુ .કૃપા કરી
    મને જાણ કરવા નમ્ર વિનંતી .