જીવાતોને ગોતી ગોતી ને મારે એવી ટેકનોલોજી | એન્ટોમોપોથેજેનિક નેમેટોડસ ની કાર્યપદ્ધતિ | EPN | Nematode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • જીવાંતોને શોધી શોધીને મારે એવી ટેકનોલોજી એટલે EPN એન્ટોમોપેથોજેનીક નેમેટોડસ
    આ નેમેટોડ ને આપણે જીવતી જીવાત લાભકારક કૃમીઓનો સમૂહ તરીકે ઓળખાય છે
    (૧) આ કૃમી જમીનમાં ડ્રિપ/ડ્રિંચિંગ થી આપી શકાય છે - જમીન માં આપ્યા પછી ખાસ ઉનાળા અને શિયાળા ની ઋતુ માં 10-12 દિવસ ભેજ જળવાઈ રહે એ પ્રમાણે પિયત આપવું જેથી જમીનમાં કૃમિની વિકાસની ગતિ ભરપૂર બનતી રહે ,આ કૃમિ ઉનાળા/શિયાળાની ઋતુ માં ખાસ દિવસ આથમ્યા બાદ પિયત / છંટકાવમાં ઉપયોગ માં લેવું
    ખાસ નોંધ (જમીન માં આપેલા કૃમી જમીનમાં જ ગતિ કરે છે એ કૃમિ પાક ઉપર લાગતી જીવાતોને અસર કરતું નથી એટલે ઉપર થી લાગતી પાક ની જીવાતો સામે રક્ષણ મેળવવા એક પમ્પ માં (15 લીટર પાણી માં 50 ગ્રામ પ્રમાણે અગાવ ઓગાળી ગાળ્યા વગર પમ્પમાં નાખી ઠંડા પહોરમાં પાક ઉપર છન્ટકાવ કરવો જેથી ઉપર લાગતી જીવતોમાં પાકને રક્ષણ પૂરું પાડે છે)
    (૨) આ કૃમિ જીવતી જીવાત છે એટલે જમીન માં જો પાયામાં રા.ખાતરો - રા.દવાઓ આપેલ/આપવી હોઈ ઇપીએનને વપરાશમાં ના લેવું ( ખાતરો અને દવાઓ આપ્યાના ૫-૭ દિવસ પછી આપી શકીએ છીએ અને આપ્યાના ૫-૭ દિવસ સુધી કોઈ ખાતરો-દવાઓનો વપરાશ ના કરવો જેથી કરીને કૃમિ વિકસ્યા પહેલા નાશ ના થઇ જાય.
    (૩) આ કૃમિ જમીનમાં રહેલ કોઈ પણ જીવાતો /કોશેટાઓને તેમની સુગંધ થી આકર્ષિત થઈ ત્યાં જય ને પોતાનો ખોરાક બનાવે છે,એક વાર જીવાતના સંપર્કમાં કૃમિ આવી જાય એટલે એ જીવાત ને ખાઈ ને જીવાતમાં જ પોતાની પેઢી વિકસવા લાગે છે અને સમયાંતરે જમીનમાં જીવાતો નો ઉપદ્રવ ઘટવા લાગે છે
    વધુ માહિતી માટે
    રમેશ રાઠોડ
    9558294828
    #kheti #khedut #epn #farming #groundnut #farmer #agriculture #magfali #organic #whitegrub #pinkbollworm #cotton #એંન્ટોમોપેથોજેનિકનેમેટોડ
    #indianfarmer #indianfarming #nematodes

ความคิดเห็น • 194