12 જ્યોતિર્લિંગ નો સંપૂર્ણ મહિમા....શિવજી ના બાર જ્યોતિર્લિંગ ના ઇતિહાસનું સાંભળવા જેવુ ભજન 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • 12 જ્યોતિર્લિંગ નો સંપૂર્ણ મહિમા....શિવજી ના બાર જ્યોતિર્લિંગ ના ઇતિહાસનું સાંભળવા જેવુ ભજન 👇 છે
    ભોળા ના મંદિરીયે ભક્તો સૌ જાય
    ૐ નામઃ શિવાય ની ધૂન બોલાય
    બાર જ્યોતિર્લિંગના દર્શન થાય
    ૐ નામઃ શિવાય ની ધૂન બોલાય
    સૌરાષ્ટ્રે સોમનાથ નો ડાંકોરો વાગે
    પ્રગટ થયા પ્રભુ ચંદ્રમાં ને કાજે
    સોમનાથ દાદાને નો મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
    મલ્લિકાર્જુન શ્રી શૈલે બિરાજે
    પ્રગટ થયા પુત્ર કાર્તિકેય ના કાજે
    પાતાળ ગંગાના દર્શન થાય... ૐ નમઃ શિવાય...
    કાળ ના કાળ એતો દેવ મહાકાલ છે
    ઉજ્જૈન નગરી માં જાય તેનો બેડો પાર છે
    ભસ્મના છાંટણા ભોળા ને છંટાય... ૐ નમઃ શિવાય...
    ૐકાર મામલેશ્વર ના દર્શન કરતાં
    નર્મદા મૈયા વહે છે વચમાં
    બોલ બમ બોલ બમ ના નાદ સંભળાય.. ૐ નમઃ શિવાય...
    પાંચમા જ્યોતિર્લિંગ પર્લીગામે
    સુખિયા દુઃખિયા સૌ દર્શને આવે
    વૈજનાથ દાદા નું મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
    ડાકીન્યા માં ભીમાશંકર બિરાજે
    દાનવ ભિમાં ને ભોળો દર્શન આપે
    ભીમ નદી ની ઉત્પત્તિ થાય... ૐ નમઃ શિવાય...
    દક્ષિણે સેતુબંધ રામેશ્વર ધામ છે
    રામ ના ઈશ એતો રામેશ્વર કહેવાય છે
    એકવીસ કુંડ માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
    નાગેશ્વર નાથ એતો દારૂકા વાન માં
    ભોળો રહે છે સદા ભક્તો ના મન માં
    દારુક કુળ નો ઉધ્ધાર થાય.. ૐ નમઃ શિવાય...
    કાશી વારાણસી એ તો અમર ધામ છે
    વિશ્વ ના ઈશ્વર ના દર્શન થાય છે
    ગંગા મૈયા માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
    ગૌતમી તટે ત્ર્યંબકેશ્ચર ધામ છે
    ત્રણે દેવો ના પૂજન થાય છે
    બ્રહ્મા વિષ્ણુ મહેશ ના દર્શન થાય.. ૐ નમઃ શિવાય...
    હિમાલય ની ગોદ માં કેદારનાથ છે
    ખળ ખળ વહેતી મંદાકિની માત છે
    પશુપતી નાથ નો મહિમા ગવાય છે.. ૐ નમઃ શિવાય...
    વેરૂળ ધામ માં ધુશ્મેશ્વર નાથ છે
    ધુશ્માની ભક્તિ નો મહિમા ગવાય છે
    દીકરો એનો સજીવન થાય છે.. ૐ નમઃ શિવાય...
    બારે જ્યોતિર્લિંગ નો મહિમા જે ગાશે
    કૈલાશ માં એનો વાસ જ થાશે
    ભાવે ભક્તો સૌ ગુણલા ગાય.. ૐ નમઃ શિવાય...

ความคิดเห็น • 4

  • @meenapatel2123
    @meenapatel2123 หลายเดือนก่อน +1

    Khub saras❤❤❤bhajan ❤

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏

  • @YashPatel-mq7tb
    @YashPatel-mq7tb หลายเดือนก่อน

    ખુબ સરસ ભજન છે બેન ઓમ નમઃ શિવાય

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય મહાદેવ શિવ શંભુ 🙏🙏🙏😊