મારે ઘેર બાગ બગીચા ફૂલવાડી રે
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમા મેતો ભક્તિના બીજ રોપાવ્યા રે
મારે ઘરે ગણપતિ મહેમાન આવ્યા રે
એને મેંતો લસ પસતા લાડુ જમાડ્યા રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેંતો ભક્તિના બીજા રોપાવ્યા રે
મારે ઘરે શંકર પાર્વતી મહેમાન આવ્યા રે
એને મેંતો ભાંગના ભજીયા જમાડ્યા રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેંતો ભક્તિના બીજ રોપાવ્યા રે
મારા ઘરે રાધા કૃષ્ણ મહેમાન આવ્યા રે
એને મેંતો માખણ મિસરી જમાડ્યા રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેં તો ભક્તિના બીજ રોપાવ્યા રે
મારે ઘરે રામદેવ વીરામદેવ મહેમાન આવ્યા રે
એને મેંતો દેગની ખીર જમાડી રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેંતો ભક્તિના બીજ રોપાવ્યા રે
મારે ઘરે રામ લક્ષ્મણ મહેમાન આવ્યા રે
એને મેં તો મીઠેરા બોર જમાડીયા રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેં તો ભક્તિના બીજ રોપાવ્યા રે
મારે ઘરે હનુમાનજી મહેમાન આવ્યા રે
એને મેંતો વન ના ફળ જમાડ્યા રે
મારે ઘરે બાગ બગીચા ફૂલવાડી રે
એમાં મેંતો ભક્તિના બીજ રોપાવ્યા રે