વાયક આવ્યા રે ગુરુદેવના,(કીર્તન નીચે લખેલુ છે )
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- વાયક આવ્યા છે ગુરુદેવના
રૂપા રાણી પાટે પધારો રે વાયક
હું કેમ આવું ગુરુ એકલી
માલદે સુતા નથી જાગે છે વાયક
નિંદરા મગાવો સારા શેરની
ખૂણામાં કાંઈ ખાટું ઢળાવો રે વાયક
પડખે સુરાવો વાસુકી નાગને
ઉપર કાંઈ અમર ઓઢાડો રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલ્યા
આવ્યા છે કાંઈ પોતાની મેલ જો વાયક
માથા ઓળાવો સારા શેરના
ટીલડી કાંઈ ચોડી છે લલાટ રે વાયક
આંખોમાં આછા રે આંજણ આંજિયા
ચુંદડી ઓઢી ભક્તિ ના નામની
એમાં છે કાંઈ ચોખલયાળી ભાત રે વાયક
થાળ ભર્યો રે સગ મોતીનો
ઉપર મેલા શ્રીફળ ચાર રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલ્યા
આવ્યા છે કાંઈ ડેલીને દિવાન રે વાયક
ભાઈ રે પરોળિયા વીરા વિનવું
હારે તું તો સૂતો હોય તો જાગ રે વાયક
કાંઈક સુતા ને કાંઈક જાગ્યા
રાણી અમને કામડિયા ફરમાવો રે વાયક
તારા દીધા છે બીજલપુરના
ચાવીયુ કાંઈ માલ દેને હાથ રે વાયક
કાચો આંબો રે રૂમે ઝૂમે ભર્યો
કટાણાના ક્યાં તમે જાવ રે વાયક
એકાદશીના વ્રત કરવા
ઈશ્વર પૂજવાને જાવું રે વાયક
હાથ દીધા ને તાળા ખુલી ગયા
ઉઘડયા છે કાંઈ ગુરુના દ્વાર રે વાયક
સર્વે ભક્તોને મારા રામ રામ
ગુરુજી ને લાખ પ્રણામ રે વાયક
સો સો રૂપિયા મેલા રોકડા
સાચા મોતીડે વધાવ્યા રે વાયક
ચંદ્રાવલીએ ચાલો આદર્યો
માલ દેને સુતા જગાડા રે વાયક
જાગો રાણાને જાગો રાજ્યા
રાણીએ કાંઈ રાજ અબડાવ્યા રે વાયક
ચપટી દઈને ભર્યો ચીટીયો
પડખામાં કાંઈ વાસુકી વાય રે વાયક
કર્યો હશે તો ઉતરી જશે
રાણી કાંઈ ચંદ્રાવલી ને કાજ રે વાયક
ક્યાંથી માલ અને બાલો ચાલ્યા
આવ્યા છે કાંઈ ડેલીને દીવાન રે વાયક
વાયરે પરોડીયા વીરા વિનવું
રાજમા કાંઈ માણસ હેરાય રે ગાયક
મારવો હોય તો મને મારજો
એની અમને નથી કાંઈ ખબર રે વાયક
ત્યાંથી ઘોડલો માલાએ દોડવ્યો
આવ્યા છે કાંઈ ગુરુને દુવાર રે વાયક
અંધ પછેડો માલાયે ઓડિયો
રૂપાદે ની મોજડીઓ ચોરાય રે વાયક
ત્યારે ગુરુ દેવે પૂછ્યું
જ્યોતિઓમાં કાંઈ ઝાંખપ દેખાય રે વાયક
ત્યારે રૂપાદે રાણી બોલીયા
ગુરુ રે ગુરુજી મહાદેવજી
અમારી કાંઈ મોજડી ચોરાય રે વાયક
આરે શેરમાં નથી કોઈ નુંગરુ
નુગરો ઓલ્યો માલદે હોય રે વાયક
સર્વે સંતોએ આરાધ આદર્યો
મોજડિયું કાંઈ આકાશે થી આવે રે વાયક
ત્યાંથી રૂપાદે રાણી ચાલિયા
આવ્યા છે કાંઈ બવળી બજાર રે વાયક
સાંકડી શેરીમાં માલદે સામા મળ્યા
રાણી તમે કટાણાના ગયા ત્યારે વાયક
એકાદશીના વ્રત કરવા
ફુલડા વીણવા ને ગયા ત્યારે વાયક
આપણા શેરમાં ફુલવાડી ઓ
ઢોલ ને ધડકે પાણી આવે રે વાયક
પેલી ફૂલવાડી ગઢ ગીરનારમાં
બીજી છે કાંઈ કાશીને ઘાટ રે વાયક
ત્રીજી ફૂલવાડી જુનાગઢમાં
ચોથી કાંઈ થાળી એ ઠેરાય રે વાયક
હાથ ઝાલીને માર્યો હશે લો
ફુલડા કાંઈ શેરીએ પથરાઈ જાય રે વાયક
હું તમને પૂછું રાણી રૂપાદે
રાણી તમારો પંથ બતાવો રે વાયક
અમારો પંથ છે રાજન દોયલો
ખેલવો કાંઈ ખાંડા કેરી ધાર રે વાયક
પેલો મારો રે ગાયનો વાછરો
બીજો મારો હંસલો ઘોડો રે વાયક
ત્રીજો મારો રે મોભી દીકરો
ચોથી મારી ચંદ્રાવલી નાર રે વાયક
ગાય શીખેને સુણે સાંભળે
ગુરુજીના ચરણોમાં વાસ રે વાયક આવ્યા છે ગુરુદેવના
#kirtan
#satsang
#gujrati
#gujratibhajan
#સત્સંગ
#krishnabhajan
#કીર્તન
Jay. Ramapir
જય ગુરૂદેવ ...બધાયને 🙏સરસ ભજન ગાયુ આપને ...ખૂબ આનંદ થયો ..ગુરૂજીના ભજન બીજા ગાઈને .લખાણ સાથે મૂકવા...ધન્યવાદ સાથે 🙏લલિતા ચાવડા ગાંધીનગર થી
Jay Shri Krishna
Khubj sars
ખુબ સરસ ભજન છે
Jay guru dev ki 🙏
🎉🎉🎉❤❤
જય અલખધણી
ખુબ સરસ બેન શબ્દ મા મોકલો જયગુરૂ દેવ😂
Jay gurudev nice
Jay ramapir
Ja Gurudev
L
📺
Jay shree Krishna 🙏
રાધે રાધે મંડળ ની બહેનો ને ખૂબ જ સરસ
રાધે રાધે
ઔઔ
🎉🎉🎉🎉🎉
Jay shree Krishna
🎉🎉🎉🎉🎉
Jay ramapir
જય રામાપીર
7 6@@krishnabhajan9433l#99
Jay ramapir