GPSC Class 1/2 માટે વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિષયનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક એનાલિસિસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • "ધ્યેય જી.પી.એસ.સી" અને "જી.પી.એસ.સી ઓનલાઈન"ના સંયુક્ત પ્રયાસ દ્વારા આયોજીત એનાલિટિકલ વિડીયો સિરીઝમાં વિધાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શું શું કરવું ને શું શું ન કરવું જોઈએ એની ઊંડાણપૂર્વક ચર્ચા કરાઇ છે. ભૂતકાળમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આયોજિત GPSC-(Class:1,2), પોલીસ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર અને રાજ્ય વેરા નિરિક્ષક, ચીફ ઓફિસર વગેરે જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્રોનું આકલન કરીને વિધાર્થીઓએ શું વાંચવું, કેટલું વાંચવું, ક્યાંથી વાંચવું વગેરે પ્રકારની ઝીણવટપૂર્વકની સ્ટ્રેટેજી આ વીડિયો સિરીઝમાં આલેખાયી છે. આ એનાલિટિકલ સિરીઝની નિમ્નલિખિત વિશેષતાઓ છે.
    (1) કયો ટોપિક ક્યાં સ્રોતમાંથી વાંચવો જોઈએ ?
    (2) વિષયાનુસાર ક્યાં પુસ્તકોને કેટલું મહત્વ આપવું જોઈએ ?
    (3) આગામી પરીક્ષાઓમાં ક્યાં-ક્યાં પ્રશ્નો પુછાય શકે છે ?
    (4) કઈ રીતે સરળતાથી કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરી શકાય છે ?
    (5) અત્યાર સુધી "જી.પી.એસ.સી" દ્વારા આયોજિત પરીક્ષાઓમાં પુછાયેલાં પ્રશ્નોમાં કઈ-કઈ રીતે બદલાવ આવ્યો છે ?
    (6) પ્રશ્નોના ડિફિકલ્ટી લેવલનું વિશ્લેષણ કરાશે.
    આ સીરીઝનો હેતુ "જી.પી.એસ.સી"ની તૈયારી કરતા વિધાર્થીઓને યોગ્ય દિશા આપવાનો છે. દિશાવિહીન અને આયોજન વગરની તૈયારીનું પરિણામ હંમેશા નકારાત્મક આવતું હોય છે. આપ સૌને આપની તૈયારીમાં આ એનાલિટિકલ વિડીયો સીરીઝ ઉપયોગી થશે એવી અભિલાષા સહ....😊😊😊

ความคิดเห็น • 23