ચોળાફળી - દીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી બને છે. - Cholafali - Sagunaben Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ચોળાફળી
    દીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી બને છે.
    ઘટકો
    ૧ કલાક
    ૩ કપ બેસન
    ૧ કપ અડદ નો ઝીણો લોટ
    ૧/૪ ટીસ્પૂન હળદર
    ચપટી હિંગ
    અટામણ માટે મેંદો
    મીઠું સ્વાદાનુસાર
    ૧ ગ્લાસ પાણી
    ૨ ટીસ્પૂન તેલ
    તળવા માટે તેલ
    ૨ ટીસ્પૂન સંચળ પાઉડર
    દોઢ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
    રાંધવાની સૂચનાઓ
    1
    સૌથી પહેલાં બન્ને લોટ ને ચાળી લો, ત્યાર બાદ એક કઢાઈમાં મીઠું શેકી લો, તેમાં પાણી રેડીને થોડું ઉકળવા દો, ત્યાર બાદ લોટ માં હળદર અને હિંગ નાખી સાધારણ કઠણ બાંધવો, લોટને પરાઈ વડે થોડો કુટી લેવો જેથી સરસ સુંવાળો બને
    2
    ત્યારબાદ લોટને સારી રીતે ખેંચીને વાટા બનાવવા તેના નાના લુવા બનાવવા અટામણ લઈ પાતળો રોટલો વણી લો, હવે ગેસ પર તેલ ગરમ કરો
    3
    તેના પાતળા કાપા પાડી ચોળાફળી તળી લો, આ ચોળાફળી એકદમ સોફ્ટ અને ક્રીસ્પી લાગે છે
    4
    મરચું, સંચળ પાઉડર મિક્સ કરી ચોળાફળી પર છાંટી લો, ઠંડી પડે એટલે ઍરટાઈટ ડબ્બામાં ભરી લો, આ ચોળાફળી નાસ્તામાં ફુદીના ની ચટણી કે ચા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

ความคิดเห็น • 2

  • @Akashshyara077
    @Akashshyara077 4 ชั่วโมงที่ผ่านมา +2

    Bov saras

  • @HindiShorts-fh2qz
    @HindiShorts-fh2qz 3 ชั่วโมงที่ผ่านมา +1

    wah mast chhe cholafali hu pan banavish divali ma thanks for sharing this recipe♥♥