ન્યૂ રેસીપી - સ્પ્રિંગ રોલ કેવી રીતે બનાવા - New Recipe Spring Roll - Sagunaben Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ઘટકો
    1કલાક 30મિનિટ
    20 નંગ
    100 ગ્રામ કાંદા
    100 ગ્રામ કેપ્સીકમ
    100 ગ્રામ ગાજર
    100 ગ્રામ ફણસી
    200 ગ્રામ કેબેજ
    75 ગ્રામ કાચી સ્પગેટી અથવા નુડલ્સ
    3 ટેબલસ્પૂન તેલ
    1/2 ટેબલસ્પૂન આદુની પેસ્ટ
    1/2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
    1/2 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
    3/4 ટીસ્પૂન મીઠું
    1/2 ટીસ્પૂન કાળા મરીનો પાઉડર
    1/2 ટીસ્પૂન આજી નો મોટો (ઓપ્શનલ)
    2 ટેબલસ્પૂન સોયા સોસ
    2 ટીસ્પૂન વિનેગર
    2 ટેબલસ્પૂન મેંદો
    20 સ્પ્રિંગ રોલ શીટ્સ
    તળવા માટે તેલ
    રાંધવાની સૂચનાઓ
    1
    બધા શાકભાજીને ધોઈને લાંબા અને પાતળા કાપી લેવા. નૂડલ્સને બાફીને તૈયાર રાખવી.
    2
    પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીને 1/2મિનિટ માટે સાંતળવું.પેસ્ટ ના બદલે ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ પણ ઉમેરી શકાય. હવે તેમાં કાંદા અને ફણસી ઉમેરીને ફુલ તાપ પર એક મિનિટ માટે સાંતળવું ત્યારબાદ તેમાં બીજા બધા શાકભાજી ઉમેરીને ફૂલ તાપ પર બીજી એક મિનિટ માટે સાંતળવું.
    3
    હવે તેમાં મીઠું, મરી, આજીનો મોટો, સોયા સોસ અને વિનેગર ઉમેરીને બરાબર હલાવી લેવું. નૂડલ્સ ઉમેરી ને ફરી એક વાર હલાવી ને એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. હવે આ મિશ્રણને એકદમ ઠંડું થવા દેવું.
    4
    મેંદામાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવી લેવી જેનો સ્પ્રીંગ રોલ ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
    5
    હવે એક સ્પ્રીંગ રોલ ની શીટ લઈને નીચેની બાજુ થોડું ફીલિંગ મૂકવું. હવે સાઈડ ની બન્ને બાજુ વાળી ને ઉપર ની તરફ વાળતા જવું. આ રીતે ટાઈટ રોલ બનાવી લેવો અને ઉપરની તરફ મેંદા ની પેસ્ટ લગાડીને રોલને સીલ કરી લેવો.
    6
    આ રીતે બધા રોલ તૈયાર કરી લેવા. ભરેલા રોલ્સ એક દિવસ માટે ફ્રીઝમાં રાખી શકાય છે કેમકે મેં જે શીટ્સ બનાવી છે એ કાચી-પાકી શેકેલી હોવાથી એકબીજા સાથે ચોંટી જતા નથી.
    7
    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે મીડીયમ હિટ પર થોડા થોડા સ્પ્રીંગ રોલ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા. આ રીતે બધા સ્પ્રિંગ રોલ તળી ને તૈયાર કરવા.
    8
    ગરમાગરમ વેજિટેરિયન સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સ્ટાર્ટર તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે સર્વ કરવા.

ความคิดเห็น • 6

  • @Katriyabhavika
    @Katriyabhavika 16 วันที่ผ่านมา +2

    Mast bnaviya 😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Akashshyara077
    @Akashshyara077 14 วันที่ผ่านมา +2

    Congratulations for 1k subscribe ❤🎉🎉🎉🎉🎉

  • @JayeshMore-dg5nz
    @JayeshMore-dg5nz 5 วันที่ผ่านมา

    Mast 😊😊😊

  • @Katriyabhavika
    @Katriyabhavika 16 วันที่ผ่านมา +2

    Hu pen bnavish