ગુણાતીતાનંદ સ્વામી ના અક્ષરવાસ ની કથા || આસો સુદ બારસ || Gunatitanand Swami Aksharvash Katha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભકતોને... સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ના અક્ષરવાસ ની કથા અમે આ વીડિઓ મા કહી છે. સ્વામી ૪૦ વર્ષ સુધી જૂનાગઢ મંદિર ના મહંત રહ્યા હતા. પછી સ્વામીએ જૂનાગઢ અને દેહ બંને છોડવાનું વિચાર્યુ એટલે સ્વામી સંતો ભક્તો સાથે મળી અને સત્સંગ વિચરણ કરતા કરતા વંથલી, ઉપલેટા થઈ અને ગોંડલ પધાર્યા. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા પછી આસો સુદ બારસ નો દિવસ આવ્યો. સ્વામી ના શરિરે થોડી શરદી જેવું હતું એટલે શરીર મા કસર લાગી. રાત્રિનો ૧૨ વાગ્યાનો સમય થયો એટલે સ્વામીએ કહ્યું, “હવે તમે સંતો સૂઈ જાઓ. મારા શરીરે સારું છે.” સ્વામીના કહેવાથી બધા સંતો પોત-પોતાના આસને ગયા.
    આ બાજુ સ્વામી સ્વસ્તિક-આસનવાળી થાંભલાને ટેકે ધ્યાનમાં બેઠા. રાત્રિનો લગભગ બાર ઉપર પોણો વાગવા આવ્યો. એ સમયે અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ અસંખ્ય વિમાનો લઈને અસંખ્ય અક્ષરમુક્તો ને સાથે લઇ ગુણાતીતાનંદ સ્વામી ને તેડવા પધાર્યા અને આ રીતે સંવત્‌ ૧૯૨૩ આસો સુદી-૧૨ ને ગુરુવારની રાત્રિએ સ્વામી સ્વતંત્ર થકા ધામમાં સિધાવ્યા.
    સ્વામી ધામમાં પધાર્યા પરંતુ એમણે અષાઢી મેઘની જેમ વરસાવેલી બ્રહ્મરસભરી વાર્તાઓ કાયમને માટે સાચા મુમુક્ષુનું પોષણ કરતી રહી છે અને કરતી રહેશે. સ્વામી નો જન્મ સંવત ૧૮૪૧ મા થયેલો અને અક્ષરવાસ સંવત ૧૯૨૩ ના રોજ થયો એટલે આશરે ૮૨ વર્ષ ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી પર રહ્યા.
    ▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
    ✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
    આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
    "ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
    ~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
    #swaminarayan #new #swaminarayancharitra #gunatitanandswami #baps #gunatitanand_swami_vato #akshardham #aksharderi #gondal #swaminarayanmandirgondal #bapsmandir #gunatitanandswamijivankavan #vadtaldham #junagadh #swaminarayanmandir #aksharvash #ghanshyamcharitra #swaminarayanbhagwan #swaminarayanstatus #sharadpurnima #vijyadashmi #sardharkatha #gharsabha #jaiswaminarayan #nityaniyam #kundaldham #swaminarayankirtan #swaminivato #bhujmandir #vadtalmandir #lordswaminarayan #gunatitanandswamiaksharvash

ความคิดเห็น • 48