પાટણના રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસ ને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • પાટણ શહેર અને જિલ્લા
    માં નશીલા પદાર્થો અને વ્યાજના દુષણને ડામી દેવા નગરજનો પોલીસને મદદરૂપ બને : રેન્જ આઇજી ચિરાગ કોરડીયા..
    રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એ પોલીસ હેડક્વાર્ટર ખાતે એટીએમ આરો પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરી પ્રબુદ્ધ નગરજનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો..
    પાટણના રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસ ને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ..
    પોલીસ મહા નિરીક્ષક રેન્જ આઈજી કચ્છ ભુજ ચિરાગ કોરડીયા બે દિવસીય પાટણ જિલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે પાટણ ખાતે પધાર્યા છે ત્યારે બુધવારના રોજ તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષકને કચેરી ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સાંજે જિલ્લા પોલીસ હેડ ક્વોટૅર ખાતે પાટણ ખાતે પોલીસ વેલ્ફેર સંચાલિત કાર્યરત કરાયેલા આરો પ્લાન્ટ વોટર એટીએમ નો પોતાના વરદ હસ્તે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાવ્યો હતો અને આ એટીએમ આરો પ્લાન્ટ ની વિસ્તૃત માહિતી મેળવી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારની બહેનોને પાણીનો થતો બગાડ અટકાવી તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા અપીલ કરી હતી ત્યારબાદ તેઓએ વર્ષ 2024 અંતર્ગત વાર્ષિક તપાસણી અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો રાજકીય સામાજિક આગેવાનો ના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો મુક્ત મને સાંભળ્યા હતા જેમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, ડો.બાબુભાઈ પ્રજાપતિ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા,જયેશભાઈ પટેલ,રોહિત પટેલ,પ્રવીણ
    ભાઈ પરમાર એડવોકેટ, સરસ્વતી તાલુકા પંચાયત
    ના પ્રમુખ,પત્રકાર યશપાલ સ્વામી સહિતના નગર
    જનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રને લગતા પ્રશ્નો જેવા કે હાઈવે વિસ્તારમાંથી રેતી ભરીને પસાર થતાં ટબૉ ઓની ગતિ મર્યાદા નિયંત્રિત કરી બનતા અકસ્માતમાં બનાવો અટકાવવા, પૂર ઝડપે પસાર થતા માર્ગો પર બંમ્ફ બનાવવા, શહેરમાં ફુલ સ્પીડે વાહનો હંકારતા ટીનેજર્સો સામે કડક પગલાં ભરવા, શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે નગરજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા, ધાર્મિક પ્રસંગો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બનાવવા સહિત
    ના પ્રશ્નો રજૂ કયૉ હતાં જેને ઉપસ્થિત રેન્જ આઇજી સહિત જિલ્લા પોલીસ વડા એ નોધ કરી તેના નિવારણ ની ખાતરી આપી હતી.
    રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એ લોકસંવાદ કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલા તમામ નો આભાર વ્યક્ત કરતાં પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન કરતાં કે વેચાણ કરતા લોકો ને નસિયત કરવા પોલીસને મદદ બનવા માટે નગરજનોને અપીલ કરી હતી સાથે સાથે વ્યાજના દૂષણના ખપ્પરમાં પણ કેટલાક પરિવારો હોમાતા હોય છે ત્યારે આવા વ્યાજના દૂષણને પણ નાબૂદ કરવા તેઓએ જાગૃતતા દાખવી પોલીસ તંત્રને તેની માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું.
    લોક સંવાદ કાર્યક્રમની શરૂઆતમાં ડીવાયએસપી પંડ્યા દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી ગત વર્ષના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં શહેરીજનો તરફથી મળેલા સૂચનોનું પોલીસ તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
    લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રેન્જ આઈજી ચિરાગ કોરડીયા નું પાટણના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કોર્પોરેટર મનોજ પટેલ, રાજેન્દ્ર હિરવાણિયા, ભરત ભાટિયા સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટ અને બુકે આપી સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા.
    પરેશ ઝાલા
    બ્યુરો ચીફ,
    જય હિન્દ એક્સપ્રેસ ન્યુઝ
    #પાટણ #પાટણસીટી #લેટેસ્ટન્યુઝ #જયહિન્દએકસપ્રેસગુજરાતી #જયહિન્દએકસપ્રેસન્યુઝ #પાટણન્યુઝ #જયહિન્દએકસપ્રેસન્યુઝગુજરાતી #જયહિન્દએકસપ્રેસ #જયહિન્દએકસપ્રેસન્યુઝપાટણ #જયહિન્દપરેશઝાલા
    #પરેશકુમારઝાલા
    #પરેશઝાલા #સમાચાર #ન્યુઝ #ગુજરાત #ગુજરાતીસમાચાર
    #Patan #Patancity #latestnews #jayhindexpressgujarati #jayhindexpresshindi #jayhindexpressnews #patannews #jayhindexpressnewsgujarati #jayhindexpresspatan #jayhindexpress #jayhindpareshzala
    #Pareshkumarzala
    #PareshZala
    #PareshZala007 #Samachar #News #Gujarat #Gujaratismachar

ความคิดเห็น •