JayHind Paresh Zala News Reporter & Social Worker
JayHind Paresh Zala News Reporter & Social Worker
  • 209
  • 150 290
પાટણના રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસ ને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી
પાટણ શહેર અને જિલ્લા
માં નશીલા પદાર્થો અને વ્યાજના દુષણને ડામી દેવા નગરજનો પોલીસને મદદરૂપ બને : રેન્જ આઇજી ચિરાગ કોરડીયા..
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એ પોલીસ હેડક્વાર્ટર ખાતે એટીએમ આરો પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરી પ્રબુદ્ધ નગરજનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો..
પાટણના રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસ ને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ..
પોલીસ મહા નિરીક્ષક રેન્જ આઈજી કચ્છ ભુજ ચિરાગ કોરડીયા બે દિવસીય પાટણ જિલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે પાટણ ખાતે પધાર્યા છે ત્યારે બુધવારના રોજ તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષકને કચેરી ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સાંજે જિલ્લા પોલીસ હેડ ક્વોટૅર ખાતે પાટણ ખાતે પોલીસ વેલ્ફેર સંચાલિત કાર્યરત કરાયેલા આરો પ્લાન્ટ વોટર એટીએમ નો પોતાના વરદ હસ્તે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાવ્યો હતો અને આ એટીએમ આરો પ્લાન્ટ ની વિસ્તૃત માહિતી મેળવી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારની બહેનોને પાણીનો થતો બગાડ અટકાવી તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા અપીલ કરી હતી ત્યારબાદ તેઓએ વર્ષ 2024 અંતર્ગત વાર્ષિક તપાસણી અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો રાજકીય સામાજિક આગેવાનો ના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો મુક્ત મને સાંભળ્યા હતા જેમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, ડો.બાબુભાઈ પ્રજાપતિ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા,જયેશભાઈ પટેલ,રોહિત પટેલ,પ્રવીણ
ભાઈ પરમાર એડવોકેટ, સરસ્વતી તાલુકા પંચાયત
ના પ્રમુખ,પત્રકાર યશપાલ સ્વામી સહિતના નગર
જનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રને લગતા પ્રશ્નો જેવા કે હાઈવે વિસ્તારમાંથી રેતી ભરીને પસાર થતાં ટબૉ ઓની ગતિ મર્યાદા નિયંત્રિત કરી બનતા અકસ્માતમાં બનાવો અટકાવવા, પૂર ઝડપે પસાર થતા માર્ગો પર બંમ્ફ બનાવવા, શહેરમાં ફુલ સ્પીડે વાહનો હંકારતા ટીનેજર્સો સામે કડક પગલાં ભરવા, શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે નગરજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા, ધાર્મિક પ્રસંગો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બનાવવા સહિત
ના પ્રશ્નો રજૂ કયૉ હતાં જેને ઉપસ્થિત રેન્જ આઇજી સહિત જિલ્લા પોલીસ વડા એ નોધ કરી તેના નિવારણ ની ખાતરી આપી હતી.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એ લોકસંવાદ કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલા તમામ નો આભાર વ્યક્ત કરતાં પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન કરતાં કે વેચાણ કરતા લોકો ને નસિયત કરવા પોલીસને મદદ બનવા માટે નગરજનોને અપીલ કરી હતી સાથે સાથે વ્યાજના દૂષણના ખપ્પરમાં પણ કેટલાક પરિવારો હોમાતા હોય છે ત્યારે આવા વ્યાજના દૂષણને પણ નાબૂદ કરવા તેઓએ જાગૃતતા દાખવી પોલીસ તંત્રને તેની માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું.
લોક સંવાદ કાર્યક્રમની શરૂઆતમાં ડીવાયએસપી પંડ્યા દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી ગત વર્ષના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં શહેરીજનો તરફથી મળેલા સૂચનોનું પોલીસ તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રેન્જ આઈજી ચિરાગ કોરડીયા નું પાટણના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કોર્પોરેટર મનોજ પટેલ, રાજેન્દ્ર હિરવાણિયા, ભરત ભાટિયા સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટ અને બુકે આપી સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા.
પરેશ ઝાલા
બ્યુરો ચીફ,
જય હિન્દ એક્સપ્રેસ ન્યુઝ
#પાટણ #પાટણસીટી #લેટેસ્ટન્યુઝ #જયહિન્દએકસપ્રેસગુજરાતી #જયહિન્દએકસપ્રેસન્યુઝ #પાટણન્યુઝ #જયહિન્દએકસપ્રેસન્યુઝગુજરાતી #જયહિન્દએકસપ્રેસ #જયહિન્દએકસપ્રેસન્યુઝપાટણ #જયહિન્દપરેશઝાલા
#પરેશકુમારઝાલા
#પરેશઝાલા #સમાચાર #ન્યુઝ #ગુજરાત #ગુજરાતીસમાચાર
#Patan #Patancity #latestnews #jayhindexpressgujarati #jayhindexpresshindi #jayhindexpressnews #patannews #jayhindexpressnewsgujarati #jayhindexpresspatan #jayhindexpress #jayhindpareshzala
#Pareshkumarzala
#PareshZala
#PareshZala007 #Samachar #News #Gujarat #Gujaratismachar
มุมมอง: 86

วีดีโอ

એસએસએસ(sss) બહુજન મહાપુરૂષોના ઈતિહાસ, સંઘર્ષ અને બલિદાન ની સાદી સરળ ભાષામાં છણાવટ કરી વાકેફ કરાયા
มุมมอง 29414 วันที่ผ่านมา
પાટણ બગવાડા દરવાજા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ નમન કરી ક્રાંતિસૂર્ય રાષ્ટ્રપિતા મહાત્મા જયોતિરાવ ફૂલે દ્વારા સ્થાપિત સત્ય શોધક સમાજ ના ૧૫૧ માં વર્ષ નિમિત્તે બહુજન મહાપુરૂષો ના ઈતિહાસ, સંઘર્ષ અને બલિદાન ની સાદી અને સરળ ભાષામાં છણાવટ કરી વાકેફ કરવાનો કાર્યક્ર્મ યોજાયો..... સત્ય શોધક સમાજ sss દ્વારા પાઠયશાળાઓ શરૂ કરી પાયાનું શિક્ષણ મજબૂત કરવું સમાજ માં રહેલી કુરિવાજો બદીઓ, અંધશ્રદ્ધા, પાખંડવાદ જડમૂળમા...
પાટણ Hngu ખાતે મહેન્દ્ર સોલંકી સમરસ પરિવાર દ્વારા પુસ્તક વિમોચન, વ્યાખ્યાન અને સંગીત સંગમ કાર્યક્રમ
มุมมอง 30121 วันที่ผ่านมา
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે મહેન્દ્ર સોલંકી સમરસ છાત્રાલય પરિવાર દ્વારા પુસ્તક વિમોચન, વ્યાખ્યાન અને સંગીત-સંગમ કાર્યક્રમ યોજાયો..... પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં રંગ ભવન હોલ ખાતે સમરસ છાત્રાલય પરિવાર નાં મહેન્દ્ર સોલંકી દ્વારા લેખિત સમરસતા બોધ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વ્યાખ્યાન, પુસ્તક વિમોચન અને સંગીત કાર્યક્રમનું સમગ્ર આયોજન સમરસ છાત્રાલય પરિ...
શ્રી સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારી સમિતિની રચના કરવામાં આવી
มุมมอง 71หลายเดือนก่อน
પાટણ શહેરમાં આવેલ શ્રી સંત રોહીદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે 500 પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની પ્રમુ મહામંત્રી સહિત નવીન કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા યોજાઈ 500 પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણ ની સમગ્ર સો ગોળ રોહિત સમાજ ગામો ની ઉપસ્થિતિ માં વર્તમાન પ્રમુ ...
વડોદરા શહેર અને ગ્રામ્યનાં વિસ્તારો માં મુશળધાર વરસાદના કારણે ઘરમાં પાણી ભરાયાં સંપર્ક વિહોણાં બન્યા
มุมมอง 40หลายเดือนก่อน
વડોદરા જિલ્લા માં મુશળધાર વરસાદના કારણે શહેરની વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા વડોદરા શહેર અને ગ્રામ્ય નાં અલગ અલગ વિસ્તારો માં ઘરમાં પાણી ભરાઈ ગયા અને અમુક વિસ્તારો સંપર્ક વિહોણાં બન્યા..... સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ હોય અને રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે એમાં સંસ્કારી નગરી એટલે કે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં છેલ્લા ...
પાટણ ધારપુર મેડીકલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોકટર્સ હડતાળ પર ન્યાયની માગ સાથે ડીનને આવેદનપત્ર પાઠવ્યું.
มุมมอง 34หลายเดือนก่อน
પાટણની ધારપુર મેડીકલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સ હડતાળ પર ઉતર્યા, ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કરી ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશ...
પાટણ ની સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
มุมมอง 65หลายเดือนก่อน
પાટણ ની સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાટણ જિલ્લા નાયબ નિયામક પી. ડી. સરવૈયા ઉપસ્થિત માં 78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ વંદન, દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાની સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં તારી 15 મી ઓગસ્ટ 2024 નાં રોજ 78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમની...
સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ નોરતાંઘામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
มุมมอง 1483 หลายเดือนก่อน
સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ નોરતાંઘામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નોરતા ધામ સંત શ્રી દોલતરામ આશ્રમ 500થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા. ભારત સરકાર અને રાજ્ય સરકાર નાં એક વૃક્ષ મા કે નામ અભિયાનનાં અભિગમ ને સાર્થક કરતાં સંત શ્રી દોલતરામ મહારાજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા શ્રી દોલતરામ મહારાજ ના આશ્રમ આજ રોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષ મા કે નામ અભિયાનને વેગવંતુ બનાવતા વૃ...
પાટણ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં રાષ્ટ્રીય પિછડાવર્ગ બક્ષીપંચ મોર્ચા પ્રથમ રાજ્ય સ્તરીય અધિવેશન
มุมมอง 523 หลายเดือนก่อน
પાટણ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય પિછડા વર્ગ બક્ષીપંચ મોર્ચા નું પ્રથમ ગુજરાત રાજ્ય સ્તરીય અધિવેશન યોજાયુ..... પાટણ શહેર ખાતે રાષ્ટ્રીય પિછડા વર્ગ (બક્ષીપંચ) મોર્ચા દ્રારા આયોજિત માનનીય ચૌધરી વિકાસ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય પિછડા વર્ગ બક્ષીપંચ મોર્ચા નવી દિલ્હી અધ્યક્ષતા માં પ્રથમ ગુજરાત રાજ્ય સ્તરીય અધિવેશન કાર્યક્ર્મ ડૉ બાબા સાહેબ આંબેડકર ભવન, જળચોક, પાટણ યોજાયો..... ઓબીસી...
પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો
มุมมอง 1853 หลายเดือนก่อน
પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો. વ્યાજખોરો વિરુદ્ધ જન જાગૃતિ લાવવા પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ ભુજ ચિરાગ કોરડીયા ની અધ્યક્ષતા હેઠળ લોક દરબારનું કરાયુ આયોજન. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ ભુજ ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ પાટણનાઓના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હૉલ ખાતે ગુજરાત...
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં કાર્યક્ર્મ યોજાયો
มุมมอง 703 หลายเดือนก่อน
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતી માં યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઃ માં ભારતીના સપૂતોની જેમ આર્યપુત્રીઓએ પણ ત્યાગ અને બલિદાનના દર્શન કરાવ્યા છે. ભારત ભૂમિની બાહોશ વિરાંગનાઓમાં નાયિકાદેવીનું સ્થાન અગ્રિમ હરોળમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી શિક્ષણ નીતિ થકી રાષ્ટ્રની શૌર્ય અને યશકીર્તિના સાચા ઇત...
શ્રી પાટણ અંત્યજ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલય પી. ડી. સરવૈયા નાયબ નિયામક સમાજ કલ્યાણ એ ઇન્ટરવ્યુ લીધા
มุมมอง 2624 หลายเดือนก่อน
શ્રી પાટણ અંત્યજ પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છાત્રાલય પીપળા ગેટ પાટણ ખાતે પી. ડી. સરવૈયા નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી પાટણ જિલ્લા દ્વારા સંસ્થા પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં ગૃહપતિ, ચોકીદાર, રસોયા બેન નો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા..... પાટણ અંત્યજ પ્રગતિ મંડળ કુમાર છાત્રાલય માં ચાલુ વર્ષથી ધોરણ 6 થી 12 નાં વિધાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવેલ છે :- ગણેશભાઈ બી. પરમાર પ્રમુ સંસ્થા..... પાટણ અંત...
ઓલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન અને પત્રકાર એકતા પરિષદ એ પત્રકાર પર હુમલા અંગે આવેદનપત્ર આપ્યું હતુ.
มุมมอง 314 หลายเดือนก่อน
ઓલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન અને પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયુ હતુ. હારીજના હેન્ડીકેપ પત્રકાર ઉપર જીવલેણ હુમલા અંગે આવેદનપત્ર અપાયુ હતુ. પાટણ જિલ્લા કલેકટર અને પાટણ જિલ્લા એસ.પી. ને આવેદનપત્ર અપાયું હતું. પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન ખાતે એક જુન 2024 ના રોજ નાં બે જૂથો ના થયેલા ઝઘડા અંગે ની વિગતો લેવા હારીજ ના ખાનગી ચેનલના વિનોદ ઠાકર સમાચાર લેવા ગયા હતા ત્યારે હારીજ પોલીસ સ્ટેશ...
સમસ્ત નાનીસરા યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ શ્રી ભિખનશાહ પીર તિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
มุมมอง 594 หลายเดือนก่อน
સમસ્ત નાનીસરા યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ શ્રી ભિખનશાહ પીર તિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા..... ભિખનશાહ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી : રાત્રે કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો..... સમસ્ત નાનીસરા યુવા મિત્ર મંડળ દ્વારા પાટણમાં ગુરૂશ્રી ભિખનશાહ પીરની તિથી નિમિત્તે શોભાયાત્રા, કવ્વાલી યોજાઇ..... દારુ નહી પીવાનું ગુરુઓએ પૂર્વજોને આપેલુ વચન આજેપણ સમાજના લોકો પાળે છે..... ગુરૂ શ્રી ભિખનશાહ પીર મ...
હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને હારીજ પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલએ માર્યો ઢોળ માર
มุมมอง 2424 หลายเดือนก่อน
હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને હારીજ પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલએ માર્યો ઢોળ માર
પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજ ના આશ્રમે સંત મેળાવડો યોજાયો
มุมมอง 1594 หลายเดือนก่อน
પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજ ના આશ્રમે સંત મેળાવડો યોજાયો
પાટણ કોંગ્રેસ અને આપ પાર્ટી ઈન્ડિયા ગઠબંધન એ રાજકોટ અગ્નિકાંડનાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
มุมมอง 954 หลายเดือนก่อน
પાટણ કોંગ્રેસ અને આપ પાર્ટી ઈન્ડિયા ગઠબંધન એ રાજકોટ અગ્નિકાંડનાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા વીસમો સમૂહ લગ્નોત્સવ ખોડાભા હોલ,પાટણ ખાતે યોજાયો
มุมมอง 1654 หลายเดือนก่อน
શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા વીસમો સમૂહ લગ્નોત્સવ ખોડાભા હોલ,પાટણ ખાતે યોજાયો
પાટણ તિરુપતિ માર્કેટની બહાર વિહત ગોળા સરબત સેન્ટર ના સંચાલક અજયભાઈ પટણી પર અજાણ્યા ઈશમોએ કર્યો હુમલો
มุมมอง 1104 หลายเดือนก่อน
પાટણ તિરુપતિ માર્કેટની બહાર વિહત ગોળા સરબત સેન્ટર ના સંચાલક અજયભાઈ પટણી પર અજાણ્યા ઈશમોએ કર્યો હુમલો
શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ એ પી. ડી. સરવૈયા નાયબ નિયામકને હેતભર્યું મંગલ નિમંત્રણ
มุมมอง 1045 หลายเดือนก่อน
શ્રી પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ એ પી. ડી. સરવૈયા નાયબ નિયામકને હેતભર્યું મંગલ નિમંત્રણ
પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા દશાબ્દી મહોત્સવ મહિલાના ગર્ભાશય કેન્સર પરીક્ષણ દીકરીઓને રસી અપાશે
มุมมอง 415 หลายเดือนก่อน
પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા દશાબ્દી મહોત્સવ મહિલાના ગર્ભાશય કેન્સર પરીક્ષણ દીકરીઓને રસી અપાશે
પાટણ ખાતે શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન અને બાલકૃષ્ણ ગૌશાળા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
มุมมอง 385 หลายเดือนก่อน
પાટણ ખાતે શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન અને બાલકૃષ્ણ ગૌશાળા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદના ઉપક્રમે સમાજના શૈક્ષણિક સંકુલ- 'જ્ઞાન ભવન'નો ભૂમિપૂજન સમારોહ યોજાયો
มุมมอง 2365 หลายเดือนก่อน
વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદના ઉપક્રમે સમાજના શૈક્ષણિક સંકુલ- 'જ્ઞાન ભવન'નો ભૂમિપૂજન સમારોહ યોજાયો
પાટણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેજરીવાલને જેલમુકિતની આતશબાજી કરી ઉજવણી કરાઈ
มุมมอง 4435 หลายเดือนก่อน
પાટણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા કેજરીવાલને જેલમુકિતની આતશબાજી કરી ઉજવણી કરાઈ
૧૩૫ પાટણવાડા વણકર સમાજ પંચ પરગણા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરતું નવીન બંધારણ પત્રિકા વિતરણ કર્યું
มุมมอง 485 หลายเดือนก่อน
૧૩૫ પાટણવાડા વણકર સમાજ પંચ પરગણા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરતું નવીન બંધારણ પત્રિકા વિતરણ કર્યું
પાટણ વણકરવાસ બગવાડા ખાતે શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
มุมมอง 485 หลายเดือนก่อน
પાટણ વણકરવાસ બગવાડા ખાતે શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ, સરસ્વતી , સિદ્ધપુર,અને ઊંઝાનું સહકાર સંમેલન‌ યોજાયું હતું
มุมมอง 5015 หลายเดือนก่อน
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ, સરસ્વતી , સિદ્ધપુર,અને ઊંઝાનું સહકાર સંમેલન‌ યોજાયું હતું
શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ પાટણ ખાતે શ્રી રામ કથા યોજાઈ હતી
มุมมอง 595 หลายเดือนก่อน
શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ પાટણ ખાતે શ્રી રામ કથા યોજાઈ હતી
પાટણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ શહેરના ખડાખોટડીના પાડામાં વોર્ડ બેઠકનું આયોજન કરાયું હતું.
มุมมอง 1165 หลายเดือนก่อน
પાટણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ શહેરના ખડાખોટડીના પાડામાં વોર્ડ બેઠકનું આયોજન કરાયું હતું.
પાટણ કોંગ્રેસની યોજાયેલી સભામાં mla જીગ્નેશ મેવાણીએ ધર્મ લઈને ભાજપ પર કર્યા આંકરાં પ્રહાર સાંભળો...
มุมมอง 3.4K5 หลายเดือนก่อน
પાટણ કોંગ્રેસની યોજાયેલી સભામાં mla જીગ્નેશ મેવાણીએ ધર્મ લઈને ભાજપ પર કર્યા આંકરાં પ્રહાર સાંભળો...