Amrut Ghayalપરોવી આંખ ઘેરી આંખમાં,રસ મેળવી લઉં છું,અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું.
ฝัง
- เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
- #Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
પરોવી આંખ ઘેરી આંખમાં,રસ મેળવી લઉં છું,
અગમની ગમ નથી પણ આમ ઓજસ મેળવી લઉં છું.
અગર મન થાય છે માસૂમિયતથી વાત કરવાનું,
તો હું વેરાનથી કો’ ગુલ નિખાલસ મેળવી લઉં છું.
કરી લઉં છું કઠણ હૈયા તણો પણ સ્નેહ સંપાદન,
કે હું પથ્થરને પંપાળીને પારસ મેળવી લઉં છું.
કદી હસવાની હિંમત આપ હું પોતે કરી લઉં છું,
કદી દીવાનગી પાસેથી સાહસ મેળવી લઉં છું.
વરસને વેડફી દેવા નથી જાતો સુરાલયમાં,
વીતેલા કાળ ત્યાં જઈને હું વાપસ મેળવી લઉં છું.
‘જગતના કાચના યંત્રે ખરી વસ્તુય ભાસે છે,
મજાનો પારદર્શી પણ હું માણસ મેળવી લઉં છું.
પહેરેગીર પાસે જૂજવાં સાધન નથી હોતાં,
મને એક જોઈએ, ઝળહળતું ફાનસ-મેળવી લઉં છું.
નહીં તો પ્રેમપંથે કેમ હું જીવી શકું ‘ઘાયલ’!
લૂંટાવું છું ઘણું પણ કૈંક ચોક્કસ મેળવી લઉં છું.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------